ફેસબુકની ગાર્ડન ઓફિસ, 10 વાત જે બધાથી અલગ છે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક ઓફિસની મુલાકાતે જવાના છે. જ્યાં પીએમ મોદી ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરશે. ફેસબુકની કામ કરવાની પધ્ધતિને સમજશે. જેના માટે ફેસબુકે તૈયારી કરી રાખી છે. જાણો, ફેસબુક ઓફિસની 10 ખાસ વાત જે દુનિયાની બીજી ઓફિસ કરતા અલગ છે.1. ફેસબુકની માર્કેટ કેપ 17.44 લાખ કરોડ રૂપિયા છે.2. કંપનીના હેડક્વાર્ટરમાં 5000 હજાર કર્મચારીઓ કામ કરે છે.3. મુખ્ય હોલમાં 3000 લોકો એક સાથે બેસી શકે છે.4. ફેસબુકની ઓફિસ 4.5 લાખ સ્કેવર ફુટમાં ફેલાયેલું છે5. અલગ-અલગ જગ્યાએ ડ્રોઇંગ બોર્ડ રાખવામાં આવ્યા છે, જેમાં કંઇ પણ  બનાવી – લખી શકો છો.6. કેમ્પસમાં બગીચો છે7. એક હોલમાં 2800 એન્જિનીયર એકસાથે બેસીને કામ કરે છે8. કોઇ કેબિન નથી, હોલમાં મનોરંજનની વ્યવસ્થા પણ છે.9. ઓફિસની છત પર દુનિયાનો સૌથી મોટો 9 એકરમાં ફેલાયેલો બગીચો છે.10. ઓફિસની બેઠક પર બેસીને કામ કરવુ જરૂરી નહી, ગાર્ડનમાં બેસીને પણ કામ કરી શકો છો.
 
You might also like