'ફેન્ટમ'ની ફેન્ટસીઃ ફિલ્મ વધુ સારી બની શકી હોત

કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘ફેન્ટમ’ દર્શકોની ધારણા કરતાં નબળી અેક્શન ફિલ્મ સાબિત થઈ છે. પાકિસ્તાનના અાતંકવાદી હુમલાનો જવાબ અાપવાની કાલ્પનિક વાર્તા પર અાધારિત અા ફિલ્મ સ્ક્રીપ્ટ અને કલાકારોના અભિનય સહિતના ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ ગઈ છે. ફિલ્મનું સંગીત પણ ખાસ જમાવટ કરતું નથી. કેટલાક દૃશ્યોમાં દેશભક્તિનો અોવરડોઝ કંટાળો અાપે છે.ફેન્ટમ એક ફિક્શન ફિલ્મ છે. મને આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કેટરીનાની એક્ટિંગ તો ગમી પણ ડાયલોગ અને  થોડું વધારે ડીટેલીંગ ફિલ્મમાં કરવાની જરૂર લાગે છે. એક્શન સિક્વન્સ પણ મને ગમ્યા. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.ચિંતન અધિયા, નહેરુનગર ડિરેક્ટર કબીરખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ફેન્ટમ 26/11ના મુંબઈ હુમલા પર લેખક હુસેન જૈદીની બુક મુંબઈ એવેન્જર્સ પર આધારિત છે. એક પુસ્તક પર આધારિત આ ફિલ્મ છે અને ફિલ્મમાં દરેક સીનને ખૂબ સારી રીતે ફિલ્માવવામાં આવ્યા છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ. 
ધ્રુવ શાહ, નવરંગપુરા ઘણા સમય બાદ સૈફ અલી ખાન પરદે જોવા મળ્યો છે. મને સૈફ અલી ખાનની એક્ટીંગ વધુ પસંદ પડી, જોકે કોઈ કોમેડી રોલ હોય કે કોઈ એક્શન ફિલ્મ હોય, સૈફ દરેક રોલમાં બેસ્ટ હોય છે. ફેન્ટમમાં સૈફ એક આર્મીનાં રોલની ભૂમ‌િકામાં  છે અને તેની દરેક મૂવીમાં તે બેસ્ટ આપવાનો ટ્રાય કરે છે અને ફેન્ટમમાં પણ તેની મહેનત દેખાઈ આવે છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.ફાલ્ગુની ગાંધી, પાલડીકબીર ખાન દ્વારા નિર્દેશિત ફેન્ટમમાં કેટરીનાની એક્ટિંગ એક થા ટાઈગર કરતાં પણ વધુ સારી છે પણ સૈફ અલી ખાન સામે ફીકી પડે છે. મૂવીનાં ડાયલોગ પર થોડું વધુ ધ્યાન આપવાની જરૂર હતી. કબીર ખાને દરેક સીન અને નાનીથી નાની વાતનું ધ્યાન રાખી ફિલ્મ તૈયાર કરી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.અમી આચાર્ય, શ્યામલફેન્ટમની સ્ક્રીપ્ટ સારી છે પણ હજુ વધારે સારી બની શકતી હતી. ફિલ્મમાં સૈફ સારો તો લાગે છે પણ એક્શન ફિલ્મ માટે તેના ફેસ એક્સપ્રેશન પર વધુ ધ્યાન આપવા જેવું હતું અને સૈફ એક્શન રોલ માટે એટલો દમદાર હીરો પણ નથી. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.ઊર્મિ સોનેટા, શાહીબાગસૈફ અને કેટરીના કૈફની ફિલ્મ ફેન્ટમ કલ્પના પર આધારિત ફિલ્મ છે.  કબીર ખાનની ફેન્ટમ તેની  અન્ય ફિલ્મ કરતાં  દમદાર છે અને ફિલ્મમાં કોઈ સોંગ ના હોત તો પણ ફિલ્મ બેસ્ટ હોત. કેટરીનાની એક્ટિંગ ઠીક છે. હું આ ફિલ્મને  4 સ્ટાર આપીશ. 
આદિત્ય રાજા, અાંબાવાડી
You might also like