ફુગાવાને નીચી સપાટીએ રાખવા તમામ પ્રયાસ થશેઃ રઘુરામ રાજન

નવી દિલ્હી : આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને આજે નિવેદન કરતા કહ્યું હતું કે, ભારતે ફુગાવાને નીચા સ્તર ઉપર રાખવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. સાથે-સાથે નાણાકીય નીતિ સમીક્ષા ઉપર આધાર રાખવો જોઈએ નહીં. આર્થિક વિકાસને વેગ આપવા માટે ટૂંકાગાળાની નીતિઓને અમલી બનાવવી જોઈએ નહીં. રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે, સતત દબાણ હેઠળ સ્થિતિ રહેલી છે. વ્યાજદરમાં કાપ મુકવા માટે સરકારની અંદર પણ દબાણની સ્થિતિ રહેલી છે.

ભારતનો વિકાસ દર ઝડપથી વધારવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અમેરિકા દ્વારા લેવામાં આવેલા પગલા ઉપર પણ નજર રાખી રહ્યા છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરને યથાવત રખાયા છે. રાજનનું કહેવું છે કે નાણાકીય નીતિ વર્તમાન આર્થિક રિકવરીને મજબુત કરી શકે છે. પરંતુ ભારતે વિકાસને સ્થિર રાખવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. સુધારા પ્રક્રિયાને આગળ વધારવી જોઈએ. અમારા માટે પડકાર ફુગાવાની સપાટીને નીચી રાખવા માટેની રહી છે.

માત્ર આજની તારીખમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ ફુગાવાને નીચી સપાટી પર રાખવા માટે પ્રાથમિક્તા અપાશે. કન્ફડરેક્શન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, સરકાર અને આરબીઆઈ બન્ને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ઓગસ્ટ મહિનામાં ભારતમાં કન્ઝ્યુમર ફુગાવો ૩.૬૬ ટકાની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. રાજને કહ્યું છે કે, રિટેલ કિંમતો પર સીધી અસર થઈ રહી છે. કન્ઝ્યુમર ફુગાવા માટે ટાર્ગેટ ૨થી ૬ ટકાનો રાખવામાં આવ્યો છે.

 

રાજને બ્રાઝિલના દાખલાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ખોટી નીતિના પરિણામ સ્વરૂપે ઘણી અડચણો ઊભી થઈ શકે છે. આરબીઆઈ આ મહિનામાં જ વ્યાજદરમાં કાપ મુકનાર છે. પરંતુ શંકા અકબંધ રહેલી છે. આરબીઆઈએ અંદાજ મુક્યો છે કે જાન્યુઆરી સુધી કન્ઝ્યુમર ફુગાવો ૬ ટકા સુધી પહોંચી જશે. હાલમાં ૭.૫ ટકાનો રેટ રહેલો છે. રેપોરેટમાં ઘટાડો થઈ શકે છે.આરબીઆઈએ આ વર્ષમાં હજુ સુધી ૭૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

You might also like