ફિલ્મ રોમાંચક, પણ જેસન સ્ટેધમની કમી સાલે છે

હોલિવૂડની સફળ અેક્શન થ્રીલર સિરીઝ ‘ટ્રાન્સપોર્ટર’ની અા ચોથી ફિલ્મમાં ફ્રેન્ક માર્ટિનનો રોલ જેસન સ્ટેધમના બદલે એડ સ્ક્રેઈને નિભાવ્યો છે. ડિરેક્ટરે અગાઉની ફિલ્મની જેમ ફ્રેન્કને જોરદાર સ્ટંટ કરતો દર્શાવ્યો છે, પરંતુ મુખ્ય અભિનેતાની સીધી સરખામણી અગાઉના હીરો જેસન સાથે થઈ જ જાય છે. ફિલ્મનાં કેટલાંક દૃશ્યો ખૂબ જ રોમાંચક છે. ‘ટેકન ટ્રાયોલોજી’ બનાવનાર ફિલ્મમેકરની અા ફિલ્મ જોવા જેવી ખરી.

‘ટ્રાન્સપોર્ટર’ની અગાઉની દરેક ‌િસરીઝમાં જેસન સ્ટેથામની  દમદાર એક્ટિંગ જોવા મળી  છે, જે પણ આ ‌સિરીઝમાં તેને રિપ્લેસ કરી એડ સ્ક્રેઈનને લેવામાં આવ્યો છે, જેસન હોત તો મૂવી વધુ સારી હોત. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.- કૃણાલ જૈન, વાડજ 

ધી ટ્રાન્સપોર્ટરની આ ‌િસરીઝમાં મને સૌથી વધુ ફિલ્મમાં આપવામાં આવેલ બેકગ્રાઉન્ડ સાઉન્ડ  પસંદ પડ્યું. ફિલ્મ ત્યારે જ દમદાર જાય જ્યારે ફિલ્મમાં મ્યુ‌િઝકથી લઈ સ્ટોરી બધું પરફેક્ટ ચાલે અને જે આ ફિલ્મમાં જોવા પણ મળ્યું છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.

– મૌલી પટેલ, શ્યામલ 

‘ટ્રાન્સપોર્ટર’માં મને સૌથી વધુ  કાર અને બાઈકની રે‌િસંગ ગમી અને તેને વધુ દમદાર બનાવવા માટે બેસ્ટ  ઈફેક્ટ પણ આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરની દરેક ‌િસરીઝમાં અલગ જોવા મળે છે. આ ‌િસરીઝમાં મૂવીમાં અપવામાં આવેલી ઈફેક્ટ બેસ્ટ લાગી. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.  

– ‌િનહિર લાવતી, વાડજ  

જો આ ‌િસરીઝમાં જેસન હોત તો ફિલ્મ હજુ વધારે બેસ્ટ બનત. એડની એક્ટિંગ પણ સારી છે, પણ જેસન આ રોલમાં વધુ ‌િફટ બેસે છે જ્યારે મૂવીમાં બાઈક અને કારના સ્ટંટ સારા છે પણ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ જેવા નહિ. સ્ટોરી કાયમ બેસ્ટ હોય છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.  – ફૈઝાન શેખ, વેજલપુર 

 

You might also like