ફિલ્મ રિવ્યુઃ બ્રધર્સ 

ધર્મા પ્રોડક્શન, લોયસંગેટ એન્ટરટેઇન્મેન્ટ, એન્ડેમોલ ઇન્ડિયા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી નિર્માતા કરણ જોહર અને હીરુ યશ જોહર નિર્મિત તેમજ કરણ મલ્હોત્રા નિર્દે‌િશત ‘બ્રધર્સ’ ફિલ્મમાં સંગીત અજય-અતુલે આપ્યું છે. ફિલ્મમાં અક્ષયકુમાર, જેકલીન ફર્નાન્ડીસ, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકી શ્રોફ, આશુતોષ રાણા, શેફાલી શાહ, નાયશા ખન્ના અને કરીના કપૂર ખાન જેવા કલાકારો છે. 

‘બ્રધર્સ’ની કહાણી એક વિખરાયેલા પરિવારની છે. સાથે આ ફિલ્મ માર્શલ આર્ટ્સ અને અંડરગ્રાઉન્ડ ફાઇટિંગની દુનિયા પર આધારિત છે. ગેરી ફર્નાન્ડીસ (જેકી શ્રોફ) એક દારુડિયો અને વીતેલા જમાનાનો સ્ટ્રીટ ફાઇટર છે. તે જેલમાં 10 વર્ષ વિતાવ્યા બાદ ઘરે પાછો ફરે છે. હજુ પણ તેના જૂના ઘાએ તેનો અને તેના પરિવારનો પીછો છોડ્યો નથી. તેના બંને પુત્રો ખોવાઈ ગયા છે, જેમને તે બાળપણમાં છોડીને ચાલ્યો ગયો હતો. પુત્રો હવે મોટા થઈ ગયા છે. ગેરીના માથા પર જાતે કરેલી ભૂલોનો બોજ પણ છે, જેનાથી તે ખૂબ દુઃખી છે. ગેરીનો મોટો પુત્ર ડેવિડ (અક્ષયકુમાર) પહેલાં એક ફાઈટર હતો. હવે તે એક સ્કૂલ ટીચર છે. તે અને તેની પત્ની જેની (જેકલીન ફર્નાન્ડીસ) ખૂબ જ મહેનત કરીને પોતાનો પરિવાર ચલાવે છે. તેમની એક પુત્રી કુકુ છે, જે મોટી બીમારી સામે લડી રહી છે. ડેવિડ પોતાની બગડતી અાર્થિક હાલતને કારણે ફરી ફાઈટિંગની દુનિયામાં પાછો ફરે છે.

ગેરીનો નાનો પુત્ર મોન્ટી (સિદ્ધાર્થ મલ્હોત્રા) એકાકીપણાથી પરેશાન છે અને દારૂનો વ્યસની છે. તે ફાઈટિંગની દુનિયામાં સક્રિય છે, પરંતુ તેનું ધ્યાન ક્યાંક બીજે છે. અા દરમિયાન રાઈટ ટુ ફાઈટ ભારતમાં શરૂ થયાની જાહેરાત થાય છે, જે મિક્સ્ડ માર્શલ અાર્ટની દુનિયાની સૌથી મોટી ફાઈટ છે. બંને ભાઈ તેમાં ભાગ લેવાનું નક્કી કરે છે. અહીં વિજેતાને દરેક વસ્તુ મળવાની છે.

પરિસ્થિતિ તેવી બને છે કે બંને ભાઈ એ વાતથી અજાણ છે કે તેઓ એકબીજાના સગા ભાઈઓ છે. એકબીજા સામે અાવીને ઊભા રહે છે. એવું કહેવાય છે કે દિલ પર જ્યારે કોઈ ચોટ લાગી હોય ત્યારે અાપણે તેમાંથી ત્યાં સુધી ઊભરી નહીં શકતા, જ્યાં સુધી અાપણે માફ ન કરી દઈએ. શું અા અંતિમ લડાઈ બંને ભાઈઓના ઊંડા ઘાને ભરી શકશે? 

 

You might also like