ફિલ્મ રિવ્યુઃ દ્રશ્યમ 

વાય કોમ ૧૮ મોશન પિક્ચર્સ, પેનોરામા સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘દ્રશ્યમ’ કુમાર મંગલ પાઠક, અભિષેક પાઠક અને અ‌િજત અંધારે દ્વારા નિર્મિત થઈ છે. ફિલ્મના નિર્દેશક નિષિકાંત કામત છે. ફિલ્મનું સંગીત વિશાલ ભારદ્વાજે અાપ્યું છે. ફિલ્મમાં અજય દેવગણ, શ્રેયા શરન, તબુ, રજત કપૂર અને ઈશિતા દત્તા જેવા કલાકારો છે. 

વિજય સાલગાંવકર (અજય દેવગણ) ગોવાના એક અંત‌િરયાળ અને પહાડી ગામમાં કેબલ ટીવી નેટવર્ક ચલાવે છે. પત્ની નંદિની (શ્રેયા સરન) અને બે પુત્રીઓ સાથે તે સુખી જીવન જીવી રહ્યો છે. વિજયની પત્ની પણ તેને ખૂબ પ્રેમ કરે છે. ચાર ધોરણ સુધી ભણેલા અનાથ વિજયે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે, જેથી તે પોતાના પરિવારને સારી જિંદગી અાપી શકે.

વિજયનું માનવું છે કે જિંદગી સાધારણ રીતે જીવવી જોઈએ, તેની જરૂરિયાતો સીમિત છે.  માત્ર એક વસ્તુ છે, જેના વગર વિજય રહી શકતો નથી અને તે છે ફિલ્મો. ફિલ્મો જોવી એ તેનું જૂનુન છે. પોતાની ઓફિસમાં બેસીને તે અાખી રાત ટીવી સામે બેસીને ફિલ્મો જોયા કરે છે. કહાણીમાં અેક વિચિત્ર વળાંક ત્યારે અાવે છે જ્યારે એક કિશોર ગાયબ થઈ જાય છે. તે એક જિદ્દી અને કામ પ્રત્યે ગંભીર અાઈજી મીરાં દેશમુખ (તબુ)નો પુત્ર છે. એ છોકરાના ગાયબ થયાની તપાસ થાય છે અને વિજયનો પરિવાર શંકાસ્પદ મનાય છે. શું એક વિનમ્ર અને મધ્યમવર્ગની વ્યક્તિ માનવ તપાસના ઉત્પીડનથી પોતાના પરિવારની રક્ષા કરી શકશે. અા પરિવાર હિંસા ભરેલી તપાસનો સામનો કેવી રીતે કરશે. ફિલ્મનો ક્લાઈમેક્સ અાશ્ચર્યજનક છે.

You might also like