ફિલ્મ રિવ્યુંઃ 'માંઝીઃ ધ માઉન્ટેન મેન'

ઈન્ડિયન બાયોગ્રાફિક ફિલ્મ ‘માંઝીઃ ધ માઉન્ટેન મેન’ દશરથ માંઝીની જિંદગી પર બનેલી છે. દશરથ માંઝી બિહારના ગેહલુર ગામનો એક ગરીબ મજૂર હતો. તે માઉન્ટેન મેનના નામે જાણીતો હતો.

ફિલ્મનું ડિરેક્શન કેતન મહેતાએ કર્યું છે, જ્યારે વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સ અને એનએફડીસી ઇન્ડિયાએ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. નવાઝુદ્દીન સિ‌િદ્દકીએ દશરથ માંઝીના રોલમાં જાન રેડી છે, જ્યારે રાધિકા આપ્ટેએ માંઝીની પત્ની ફાગુનિયાદેવીનો રોલ ભજવ્યો છે.  આ ફિલ્મની સ્ટોરીલાઇનમાં ઇન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ છે.

બિહાર સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી દીધી છે. બિહારના આ ગામમાં એક પહાડ હતો. અહીંથી બહાર જવા ગામવાસીઓએ તે પહાડ ઓળંગીને જવું પડતું. મેડિકલ ફેસિલિટી માટે પણ પહાડ ઓળંગવો પડતો હતો. માંઝીની પત્ની મેડિકલ સારવાર ન મળવાના કારણે મૃત્યુ પામી હતી. ત્યાર બાદ માંઝીએ તે પહાડ વચ્ચે રોડ બનાવ્યો હતો અને ગામવાસીઓને અનોખી ભેટ આપી હતી. 

 

You might also like