ફિલ્મ રિવ્યુંઃ ઓલ ઇઝ વેલ

ભૂષણકુમાર, કૃષ્ણકુમાર, વરુણ બજાજ દ્વારા નિર્મિત ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’ આજે રિલીઝ થઇ. ઉમેશ શુક્લા નિર્દેશિત આ ફિલ્મમાં સંગીત હિમેશ રેશમિયા, અમાલ મલિક, મિથુન, મીત બ્રધર્સ, અન્જાન અને આનંદ મિલિન્દે આપ્યું છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, આસિન, ઋષિ કપૂર, સુપ્રિયા પાઠક અને સોનાક્ષી સિંહા (મહેમાન કલાકાર) જોવા મળશે.

‘ઓલ ઈઝ વેલ’ એક પરિવારની કહાણી છે. ઇન્દર ભોલા (અભિષેક બચ્ચન) આત્મવિશ્વાસથી ભરપૂર છે. એક ગાયક અને સંગીત નિર્દેશક તરીકે તે ઝનૂની છે. તેને પિતા સાથે મતભેદ છે, જેની પાછળ તેના પિતાના વિચાર છે. તે પોતાના પરિવાર અને પ્રેમિકાને સાથ આપવા હંમેશાં ઊભો રહે છે.

આસિન પોતાના પગ પર ઊભેલી સ્વતંત્ર છોકરી છે, જે સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે. તે ઇન્દરને પ્રેમ કરે છે. સુપ્રિયા પાઠક પરિવારની વચ્ચે સંતુલન સાધી રાખવાની કોશિશ કરતી રહે છે. તે ઇચ્છે છે કે પરિવાર ખુશખુશાલ રહે. ખાસ તો તેના પતિ અને પુત્રના સંબંધો સુધરે. આ એક એવા પરિવારની કહાણી છે, જે ભાંગી રહ્યો છે. આ પરિવારની પાછળ ગુંડા પડ્યા છે. પરિવાર વિખરાઇ ગયો છે અને દરેકને એકબીજા સાથે પર્સનલ સમસ્યાઓ છે. એક યાત્રા દરમિયાન પરિવારના તમામ સભ્ય પોતપોતાનો પક્ષ રાખે છે. તેઓ અરસપરસ લડે છે અને આખરે એકબીજાને સમજે છે. તેમને એવી વાતો જાણવા મળે છે, જે પહેલાં તેમને ખબર ન હતી. 

You might also like