ફિલ્મ પ્રિવ્યુઃ કેલેન્ડર ગર્લ્સ 

મંગલમૂર્તિ ફિલ્મ્સ પ્રા. લિ. અને ભંડારકર એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ બનેલી મધુર ભંડારકર અને સંગીતા આહીર નિર્મિત કેલેન્ડર ગર્લ્સના નિર્દેશક મધુર ભંડારકર છે. ફિલ્મનું સંગીત મીત બ્રધર્સ, અંજાન અને અમાન મલિકે આપ્યું છે. ફિલ્મમાં આકાંક્ષા પૂરી, અવની મોદી, રુહી સિંહ અને રોનિત રોય જેવા કલાકારો છે.

વર્ષ બદલાઈ ગયું હતું. મધુર ભંડારકરની ઓફિસના કર્મચારીએ જૂના કેલેન્ડરને હટાવતાં પૂછ્યું કે, ”આનું શું કરું?” કેલેન્ડર પર કોઈ મોડલનો ફોટો હતો. તેને જોઈને મધુર ભંડારકરને કેલેન્ડર ગર્લ્સની કહાણી સૂઝી કે આ કેલેન્ડર ગર્લ્સનું શું થાય છે? બાદમાં તેઓ ક્યાંય દેખાતી કેમ નથી?

કેલેન્ડર ગર્લ્સ એ પાંચ છોકરીઓની કહાણી છે, જે ભારતના અલગ અલગ ભાગમાંથી આવી છે. તેમની પસંદગી દેશના પ્રતિષ્ઠિત વાર્ષિક કેલેન્ડર પર છપાનારી મોડલ તરીકે થઈ ચૂકી છે.  આ કેલેન્ડરનું પ્રકાશન બિઝનેસ ટાયકૂન ઋષિ કુકરેજા અને ફોટોગ્રાફર ટિમ્મી સેન મળીને કરે છે. આ ફિલ્મ ચમકતાં પાનાંઓ પર છપાનારી સેક્સી અને ગ્લેમરસ કેલેન્ડર ગર્લ્સની જિંદગીની હકીકતને દર્શાવે છે. 

You might also like