ફિલ્મ પ્રિવ્યુઃ કિસ કિસ કો પ્યાર કરું  

વિનસ રેકોર્ડ્સ એન્ડ ટેપ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’નું નિર્માણ રતન જૈન, ગણેશ જૈન, અબ્બાસ-મસ્તાને કર્યું છે. અા ફિલ્મના નિર્દેશક પણ અબ્બાસ-મસ્તાન છે. ફિલ્મનું સંગીત જાવેદ મોહસીન અને અમજદ, નદીમે અાપ્યું છે. કોમેડી શોથી લાઈમલાઈટમાં અાવીને લોકપ્રિય બનેલ કપિલ શર્મા અા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મમાં અા ઉપરાંત એલી અવરામ, મંજરી ફર્નાન્ડીસ, સીમરન કૌર, વરુણ શર્મા, શરદ સક્સેના, અરબાઝ ખાન, મનોજ જોષી અને જેમી લિવર જેવા કલાકારો છે. 

કપિલ શર્માનું નામ અા ફિલ્મમાં એસઅારકે એટલે કે શિવ રામા કૃષ્ણન્ છે. એસઅારકેની એક અજીબ પ્રવૃત્તિ છે, તે ઈચ્છતો નથી, છતાં પણ તેનાં લગ્ન થઈ જાય છે. એક કે બે વખત નહીં, પરંતુ ત્રણ વખત તેની સાથે અા પ્રકારના બનાવ બને છે. ત્રણેય લગ્ન તેની ઈચ્છાની વિરુદ્ધ હોય છે. તે પોતાની મદદ કરવાની અાદતનો ‌િશકાર બને છે. છોકરીઓને તો તે ના કહીશ જ ન શકતો. પોતાની ત્રણેય પત્નીઓને તે એક જ બિ‌િલ્ડંગના ત્રણ અલગ અલગ ફ્લોર પર રાખે છે અને અા સત્યને ખૂબ જ મુશ્કેલી સાથે છુપાવી રાખે છે. 

એસઅારકે ઈચ્છતો નથી છતાં પણ તેની ત્રણેય પત્નીઓમાં વાતચીત શરૂ થાય છે, જે ધીમે ધીમે દોસ્તીમાં બદલાય છે. ત્રણેય એ વાતથી અજાણ છે કે ત્રણેયનો પતિ એક જ છે. ત્રણ પત્ની હોવા છતાં પણ એસઅારકેની એક ગર્લફ્રેન્ડ પણ છે, જેને તે ખૂબ પ્રેમ કરે છે. શું તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી શકશે, શું તેની ત્રણેય પત્નીઓની અાગળ તેનું રહસ્ય ખૂલશે. અા બધા પ્રશ્નોના જવાબ ફિલ્મમાં મળશે. 

 

You might also like