ફિલ્મફેર એવોર્ડ : શાહિદ કપૂર શ્રેષ્ઠ અભિનેતા, કંગના શ્રેષ્ઠ અભિનેત્રી

મુંબઇ,  દેશના ઓસ્કાર એવોર્ડ તરીકે ગણાયેલા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત થઇ ગઇ છે અને આ વખતે પ્રયોગશીલ અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ ક્વનને ૨૦૧૪ના વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને કંગના રાણાવતને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળી ગયો છે. એ જ રીતે ફિલ્મ હૈદર માટે શાહિદ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળી ગયો છે. શાહિદ કપૂરને ઘણા લાંબા સમયથી આ એવોર્ડનો ઇન્તેજાર હતો અને અંતે તેની મહેનતે અને તેની કિસ્મતે તેને સાથ આપ્યો છે અને ૬૦મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ શાહિદ માટે યાદગાર બની ગયો છે. બોલિવૂડના પ્રતિષ્ઠિત ૬૦માં ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં શાહિદ કપૂરને ફિલ્મ હૈદર માટે બેસ્ટ એકટર અને કંગના રાણાને ફિલ્મ ક્વન માટે બેસ્ટ એકટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે બેસ્ટ ફિલ્મ તરીકે ક્વન અને બેસ્ટ ડિરેકટર તરીકે વિકાસ બહલને એવોર્ડ આપવામાં આવ્યા છે. ફિલ્મફેર એવોર્ડની સંપૂર્ણ યાદી અહીં નીચે આપવામાં આવી છે.શાહિદ કપૂર અને શ્રા કપૂર અભિનિત ફિલ્મ હૈદરે પાંચ ફિલ્મફેર એવોર્ડ જ્યારે ક્વન ફિલ્મે છ એવોર્ડ જીત્યા છે. બેસ્ટ લિરિક્સ માટે રશ્મિ સિંહને સિટી લાઇટસ ફિલ્મના મુસ્કુરાને કી વઝહ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે અંકિત તિવારીને એક વિલન ફિલ્મના તેરી ગલિયાં માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગર અને કનિકા કપૂરને રાગીણી એમએમએસ-૨ ફિલ્મના બેબી ડોલ માટે બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

You might also like