ફાંસીની સજા અમાનવીય કે બર્બર નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: મુંબઈ બ્લાસ્ટ કેસના આરાેપી યાકુબ મેમણને અપાયેલી ફાંસીની સજા અંગે ચાલતી ચર્ચા અંગે સુપ્રીમ કાેર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફાંસીની સજા અમાનવીય કે બર્બર નથી. અને જધન્ય ગુનાઆેના કેસમાં જીવન અને સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન નથી કરતું. સુપ્રીમ કાેર્ટના ત્રણ જજની બેન્ચે આવી સ્પષ્ટતા અપહરણ અને હત્યાના અેક કેસમાં ફાંસીની સજા પામેલા આરાેપી વિક્રમસિંહની અરજી અંગે સુનાવણી કરતાં કરી હતી.

૧૬ વર્ષના અેક છાેકરાના અપહરણ અને હત્યાના ગુનામાં ફાંસીની સજા પામેલા વિક્રમસિંહે આ સજાની વિરુદ્ધ  અરજીમાં અેવી દલીલ કરી હતી. માેતની સજા માત્ર આતંકવાદીઆે પર જ લાગુ પડે છે. આ અરજી અંગે સુનાવણી કરતા સુપ્રીમ કાેર્ટના ત્રણ સભ્યની બેન્ચમાં સામેલ જસ્ટિસ ટી.અેસ. ઠાકુર, જસ્ટીસ આર.કે. અગ્રવાલ, અને જસ્ટીસ અે.કે. ગાેયલે જણાવ્યું કે હત્યાના કેસમાં ફાંસીની સજા આપવી અે દુર્લભ વાત છે. પરંતુ જાે અદાલતને અેવું લાગે કે આરાેપીને આ જ સજા આપવી જાેઈઅે.  તાે તે અંગે સવાલાે ઉઠાવવા મુશ્કેલ છે.  

સુપ્રીમ કાેર્ટે જણાવ્યું કે અપહરણના કેસમાં માેતની સજાને બંધારણની કલમ ૨૧ હેઠળ આપવામાં આવેલા જીવનના અધિકારના ઉલ્લંઘન સમાન ગણાવી તેને અમાનીય કે બર્બર ગણાવી ન શકાય. ભારતમાં માેતની સજા કાેઈ દુર્લભ કેસમાં જ આપવામાં આવે છે. અને આવી સજા પામનારા કેટલાક લાેકાે આતંકવાદના જ આરાેપી હતા. જેમાં ૨૦૦૧માં સંસદ પર હુમલાના દાેષિત અફઝલ ગુરુ અને મુંબઈ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદી અામિર અજમલ કસાબ મુખ્ય છે. 

You might also like