ફર્નિચર માટે ૭૦ લાખ અને વાહનો માટે ર.૪૩ કરોડની મંજૂરી

અમદાવાદઃ રાજ્યમાં વસતીની દૃષ્ટિએ સૌથી મોટા શહેર અમદાવાદની વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે શહેરમાં ૧૪ ડિવિઝનમાં કુલ ૧૪ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને તેના માટે જરૂરી પોલીસ કર્મચારીઓના મહકેમમાં ૧૦૧ર નવી જગ્યાઓ ભરવાની મંજૂરી બાદ એ તમામ ૧૪ ટ્રાફિક પોલીસ કચેરી માટે રૂ. ૭૦ લાખ ફર્નિચર માટે અને રૂ. ર કરોડ ૪૩ લાખની રકમ વાહનો માટેની ખરીદી માટેની ગૃહ વિભાગે મંજૂરી આપી દીધી છે.

આ માટે સૂચના જાહેર કરાયા અનુસાર ટ્રાફિક પોલીસ સ્ટેશનો માટે નવી જગ્યા કે નવા મકાન ફાળવણી નહીં થાય પરંતુ દરેક ડિવિઝનમાં હયાત રેગ્યુલર પોલીસ સ્ટેશન પૈકી એક પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન તરીકે દોષિત કરવામાં આવશે જગ્યા અને સ્થળની પસંદગી બાદ ટૂંકમાં તેની જાહેરાત કરવામાં આવશે. પોલીસ સ્ટેશનો માટે કુલ ૨૮ જીપ અને ૭૦ બાઈક અપાશે. અા ઉપરાંત પાંચ કેઈન પણ અપાશે.

દરેક પોલીસ સ્ટેશનની કચેરી દીઠ રૂ. પ લાખના ફર્નિચરની મંજૂરી આપવામાં આવી છે જેથી કુલ ૭૦ લાખ રૂ. તમામ કચેરી પેટે ખર્ચ કરવામાં આવશે. નવાં પોલીસ સ્ટેશનો માટે કુલ ૪૭ ડ્રાઇવરોની જગ્યા ભરવામાં આવશે.

You might also like