ફરી મજબૂત 'ટીમ ઇન્ડિયા' ઊભી કરવા ઇચ્છતો વિરાટ કોહલી

ગુડગાંવઃ ભારતની ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળ્યા જ ચાર વર્ષોમાં વિદેશી ધરતી પર પહેલી જીત અપાવનાર વિરાટ કોહલીએ કહ્યું કે તે વધુ એક જવાબદારી ઉઠાવવા તૈયાર છે. કારણ કે એ ફરી ટીમને મજબૂત કરવા ઇચ્છે છે. કોહલી પહેલા ભારતીય ટીમના કપ્તાન રહેલ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ભારતે ઇંગ્લેન્ડમાં ૨૦૧૧, ૨૦૧૪ ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૨, ૨૦૧૪-૧૫ અને દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે હાર સ્વિકારવી પડી હતી. જ્યારે કોહલીની પહેલી સંપૂર્ણ આગેવાનીમાં ભારતીય ટીમે શ્રીલંકાની ધરતી પર ૨૨ વર્ષો પછી સિરિજ જીતવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ કહ્યું કે હું હવે વધુ જવાબદાર થઇ ચૂક્યો છું અને હું હંમેશા વધુ મહેનત પર ભરોસો મૂકું છું. ટીમના તમામ ખેલાડી સફળતા મેળવવા ઉત્સુક છે. દરેક પોત-પોતાની રમતમાં ખૂબ મહેનત કરે છે.  અહીંયા યોજાયેલ એક કાર્યક્રમના આઇકોન જાહેર થયેલ કોહલીએ આ પ્રસંગે કહ્યું, કમિટી, કોચિંગ સ્ટાફ અને સ્ટાફ અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલી મહેનત દેખાતી નથી. લોકોને તો માત્ર મેચ દેખાય છે.  મારા સહિત તમામ ખૂબ મહેનત કરી ભારતીય ટીમને ફરીથી એક મજબૂત ટીમ બનાવીશું. અને આ ટીમની આગેવાની કરવાનો ખૂબ ગર્વ છે.ઇશાંતે મર્યાદા ઓળંગી છે, પણ શીખશેઃ અશ્વિનભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું કહેવું છે કે ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ ભલે તાજેતરમાં શ્રીલંકા સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં આક્રોશની મર્યાદાઓ ઓળંગી હોય પરંતુ તે પોતાના આ અનુભવ પરથી શીખશે. ઇશાંતની આક્રમકતા અંગે ઘણું બધું ચર્ચાઇ રહ્યું છે જેના કારણે તેના પર એક ટેસ્ટનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અશ્વિને પોતાના ટીમ સાથીનો બચાવ કરતાં કહ્યું કે તે મજબૂત બની પરત ફરશે.મને લાગે છે કે બધાએ એવા બનવાની જરૂર છે. જે પોતે છે, જે પણ વિકેટ રમી રહ્યા છે. તે આક્રમક બનવા ઇચ્છે છે. કેટલાક લોકો અંદરથી જ આક્રમક હોય છે. કેટલાક લોકો પોતાને વધારે મહત્વ આપે છે. પરંતુ જીવનમાં જે પણ હોય સબક શિખવાની જરૂર તો પડે છે. ઇશાંતના આક્રમક વલણથી અમે ટેસ્ટ મેચ જીત્યા તે ન ભૂલવું જોઇએ. શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરિજમાં અશ્વિને ૨૧ વિકેટ ઝડપી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.ધોની દક્ષિણ આફ્રિકા સામેની પહેલી  વન-ડેમાં કપ્તાની છોડશેટીમ ઇન્ડિયાને ખૂબ ઝડપથી વન ડે ઇન્ટરનેશનલ માટે નવા કપ્તાનની જરૂર પડશે. કેપ્ટન ફૂલ મહેન્દ્રસિંહ ધોની આવતા મહિને શરૂ થનાર દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં કપ્તાની નહીં કરે. મળેલ માહિતી મુજબ ટેસ્ટની જેમ વિરાટ કોહલી વન ડે ટીમમાં પણ ધોનીની જગ્યાએ કપ્તાન બનશે. આ અંગેનો નિર્ણય દક્ષિણ આફ્રિકા સામે વન ડે ટીમ સિલેક્શન મિટિંગમાં આવી શકે છે. રિપોર્ટ મુજબ કોહલી અને ધોનીની કપ્તાનીમાં બહુ ફર્ક છે તેથી બીસીસીઆઇ ઇચ્છે છે કે કોહલી વન ડે ટીમની આગેવાની સંભાળે. ગાંધી-મંડેલા સિરિજ માટે ૧૫ સપ્ટેમ્બરે ટીમનું સિલેક્શન થશે. આ ગાંધી મંડેલા સિરિજમાં ભારત-દક્ષિણ આફ્રિકા ૩ ટી ૨૦ મેચ, પાંચ વન ડે મેચ અને ચાર ટેસ્ટ મેચ રમશે.
 
You might also like