ફરી જોવા મળશે નોકિયાનો 1100 હેન્ડસેટ?

નવી દિલ્હીઃ નોકિયાનો 1100 હેન્ડસેટ એ કંપનીનો સૌથી વધુ પોપ્યુલર ફોનની શ્રેણીમાં આવતો ફોન હતો. આ ફોન હવે નવા રંગરૂપ સાથે બજારમાં લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. બેન્ચમાર્કનો ટેસ્ટ રીપોર્ટ લીક થવાના કારણે જાણવા મળ્યું છે કે આ ફોનને એન્ડ્રોઈડ લોલીપોપ 5.0 ઓપરેટિંગ સીસ્ટમ સાથે બજારમાં ઉતારવાની તૈયારીઓ થઇ રહી છે. 
 
ગીકબેન્ચ બેન્ચમાર્કના પરિણામ ઉપરથી જાણવા મળ્યું છે કે 1100 હેન્ડસેટ 5.0 લોલીપોપથી લેસ છે અને તેમાં કવાડ -કોર મીડિયાટેક (MT6582) પ્રોસેસર છે. લીસ્ટ થયેલા નોકિયા 1100 હેન્ડસેટમાં 512 MBની રેમ પણ છે. 
 
નોંધનીય છે કે નોકિયા 1100 હેન્ડસેટ 2003ના વર્ષમાં લોન્ચ થયો હતો. લોન્ચ થતાની સાથે જ ગ્રાહકોમાં લોકપ્રિય બની ગયો હતો. કંપની દાવો કરે છે કે આ ફોનને  દુનિયાભરમાં 25 કરોડ લોકોએ વાપર્યો હતો. જો કે બજારમાં સ્માર્ટ ફોનનું આગમન થતાની સાથે જ આ ફોન ગાયબ થઇ ગયો હતો. પરંતુ હવે નવા રંગરૂપમાં કેવી ધમાલ મચાવે છે તે જોવું રહ્યું.

You might also like