સુંદર દેખાવા માટે સ્ત્રીઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જો એકાદ ફોટોગ્રાફ પણ ખરાબ અાવ્યો હોય કે જેમાં સ્કિન પરના ડાઘ દેખાતા હોય કે મેકઅપ ઝાંખો થઈ ગયો હોય તો ન ચાલે. પોતાના સુપરમોડલ જેવા ફોટોગ્રાફ્સ હોય એવી ઝંખના રાખતી મહિલાઓ માટે સ્માર્ટફોન એપ અાવી ગઈ છે. યુ-કેમ નામની મેકઅપ એપ તમારા ફોટોગ્રાફને એક સેકન્ડમાં એવો મજાનો મેકઅપ કરી નાખે છે કે તમે ચપટી વગાડતાંમાં સુપરમોડલ બની જાઓ. એટલું જ નહીં, અા એપમાં અઢળક ઓપ્શન્સ પણ છે જે તમારો લૂક ચેન્જ કરવામાં અાવે તો તમે કેવા લાગશો એનું ભવિષ્ય પણ ભાખે છે.