પ્લાનિંગ અને સ્ટ્રેટેજી અપાવશે સફળતા

ધોરણ 10 અને ધોરણ 12ને કરિયર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ કરિયરમાં પોતાના ગોલને એચિવ કરવા માટે વિદ્યાર્થીઓ તન તોડ મહેનત કરે છે. પણ જ્યાં પરીક્ષાનો સમય નજીક આવતો જ્યાં છે ત્યાં તેઓ નર્વસ થવા લાગે છે અને કોન્ફ્યુડન્ટ લેવલ ઘટતો જાય છે જેની સીધી અસર પરિક્ષા પર અને પરિક્ષાના પરિણામ પર પડે છે. મિત્રો આખા વર્ષની મહેનતનું મૂલ્યાંકન પરીક્ષા પર જ થાય છે. ત્યારે પરીક્ષામાં બેસ્ટ પરફોર્મન્સ માટે જરૂરી છે યોગ્ય પ્લાનિંગ અને સ્ટ્રેટેજી. વિદ્યાર્થી મિત્રો પરિક્ષાપત્રમાં ક્યારે પણ એવી વસ્તુ પૂછવામાં આવતી નથી કે જે તમારા કોર્સની બહાર હોય, જે વિષયોનો તમે વર્ષ દરમિયાન અભ્યાસ કર્યો હોય તેમાંથી જ પેપર પૂછવામાં આવે છે હા પ્રશ્નો થોડા ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે ત્યારે તેને સમજવું ખૂબ જ જરૂરી છે. પરીક્ષાના અગાઉના સમયમાં વિદ્યાર્થી પરીક્ષાના હાઉથી ડરી જાય છે અને નર્વસનેસના કારણે ડિમોટિવેટ થવા લાગે છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો આવી પરિસ્થિતીમાં ડિમોટીવેટ થવાની જરૂર નથી. તમે આખુ વર્ષ યોગ્ય પ્લાનિંગ અને સ્ટ્રેટેજીથી અભ્યાસ કર્યો હશે તો તમે પરીક્ષામાં ચોક્કસ સારી રીતે પરફોર્મ કરી શકશો. તમને બધુ જ આવડે છે તેવો ફોન્ફ્યુડન્ટ તમારામાં બિલ્ડઅપ કરો. પરીક્ષાને હવે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે રિવિઝન અને પ્રેક્ટિસ માટે યોગ્ય પ્લાનિંગ કરો અને તે પ્રમાણેની તૈયારી કરી યોગ્ય સ્ટ્રેટેજી સાથે આગળ વધવો.

You might also like