પ્રોડક્ટ ડિઝાઇનિંગઃ ટેલેન્ટ હશે તો ધાર્યુ મેળવશો

આજકાલ માર્કેટમાં વિવિધ પ્રકાના ગેઝેટ્સ અવનવી ડિઝાઇન સાથે મળી રહ્યાં છે તે પછી બાળકોના રમકડાં હોય, હોમ એપ્લાયન્સીસ વસ્તુ હોય કે પછી સ્માર્ટ ફોન.. આ ગેઝેટને જોઇને તમને એવો ચોક્કસ વિચાર આવતો હશે તેને કોણ બનાવતું હશે તે તેને તૈયાર કરે છે પ્રોડક્ટ ડિઝાઇનર્સ.. જેઓ પોતાના ઇમેજિનેટિવ પાવર અને એસ્થિટક વિચાર દ્વારા ટેક્નિકલ પ્રોડક્ટ તૈયાર કરે છે. જે એન્જીનિયરિંગનો એડવાન્સ કોર્સ છે. આજકાલ યુવાનો તેમાં પોતાની કારકિર્દી બનાવવા હાથ અજમાવી રહ્યાં છે. જેમાં સારી પોઝીશન અને પેકેજ બંને મળી રહે છે.
 
વર્ક પ્રોફાઇલઃ પ્રોડક્ટ ડિઝાનર્સ કોમશ્યિલ મેન્યુફૈક્ચરિંગ ફ્રેમ માટે આર્ટિક્લસ, પ્રોડક્ટ્સ, મટીરિયલ્સ ડિઝાઇન કરતા હોય છે. કોઇ પણ ડિઝાઇન કરતા પહેલાં તેની વિઝ્યુઅલ અપિલ, પ્રેક્ટિકલ યુઝ અંગે પણ ધ્યાન રાખવામાં આવે છે. પ્રોડક્ટ ડિઝાઇનર કાર, હોમ અપ્લાયન્સ, કોમ્પ્યુટર, મેડિકલ ઇક્વિપ્મેન્ટ્સ, ઓફિસ કે રિફ્રિયેશનલ ઇક્વિપમેન્ટ અને રમકડાંની ડિઝાઇન તૈયાર કરે છે.
 
બેઝિક સ્કિલઃ પ્રોડક્ટ ડિઝાઇનરમાં આર્ટિસ્ટિક અને લોજિકલ બંને પ્રકારના સ્કિલ હોવી જરૂરી છે. તમે આઉટ ઓફ ધ બોક્સ વિચારતા હોવા જોઇએ.  સાથે જ તમારામાં ઓબ્ઝર્વેશન સ્કિલ અને વિઝયુઅલ ઇમેજિનેશન સારૂ હોવું જોઇએ. તમારે ડ્રોઇગ દ્નારા તમારા આઇડિયા રજૂ કરવાના હોય છે. તેથી તમારામાં તે અંગે પણ સ્કિલ સારી હોવી જોઇએ.
 
એજ્યુકેશન ક્વોલિફિકેશનઃ જો તમે આર્કિટેક્ચર કે એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવેલી હોય તો તમે આઇઆઇટીમાંથી ઇડસ્ટ્રિયલ ડિઝાઇનિંગનો કોર્સ કરી શકો છો. જેમાં કરિયર ગ્રોથ ખૂબ જ સારો છે. સાયન્સ સ્ટ્રીમમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કરવાવાળી વિદ્યાર્થી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનિંગ અથવા તો આઇઆઇટીમાંથી ડિઝાઇનિંગનો કોર્સ કરીને પ્રોડક્ટ ડિઝાઇનિંગની ફિલ્ડમાં કરિયર બનાવી શકે છે.
 
આ કોર્સની હાલ માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે અને જેની પાસે ટેલેન્ટ છે તેને સારી કંપનીમાં સારા પગાર સાથેની નોકરીની તક પણ મળી શકે છે. જે વિદ્યાર્થી આઉટ ઓફ ધ બોક્સ પોતાનું કરિયર બનાવાવા માંગતા હોય અને સતત ક્રિયેટ કરતા રહેવાની ઇચ્છા હોય તેમના માટે આ કોર્સ બેસ્ટ છે.
 

You might also like