પ્રેમસ્વરૂપ ભ‌ક્તિમાં કુસંગતિ વર્જિત છે

ભક્તિના અનેક પ્રકાર છે તેમાં પ્રેમસ્વરૂપ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ભક્તિમાર્ગમાં કુસંગતિનો સંગ કરવાથી ભક્તિમાં ઘણા અંતરાય આવે છે. આથી સુજ્ઞ સાધકો સદા સર્વદા પ્રેમસ્વરૂપ ભક્તિમાં કુસંગતિ વ‌િર્જત છે તેવું ગણાવે છે.

જે મનુષ્ય શિશ્નોદરપરાયણ (સ્ત્રી અને ધનમાં જ આસક્ત) નીચ પુરુષોનો સંગ કરી તેમના જેવું વર્તન તથા વર્તાવ કરવા લાગે છે. તે મનુષ્ય તેમની જેમ જ અંધકારમય નરકમાં વાસ કરવા જવા ઉદ્યુક્ત બને છે.

કારણ કે દુષ્ટ સંગથી સત્ય, પવિત્રતા, દયા, મનનશીલતા, બુ‌િદ્ધ, લજ્જા, શ્રી, કીર્તિ, ક્ષમા મન સંયમમાં રહેવું, ઇ‌િન્દ્રયો વશમાં રહેવી તથા ઐશ્વર્ય જેવા સર્વ ગુણ નષ્ટ થઇ જાય છે. તેથી તે અશાંતચિત્ત, મૂર્ખ, નષ્ટબુ‌િદ્ધ, સ્ત્રીઓનાં હાથનાં રમકડાં બનીને પોતાનું જીવન વ્યર્થ કરવા ઉદ્યુક્ત બને છે. તેથી સજ્જનોએ દુષ્ટ મનુષ્યોનો સંગ કરવો નહીં. તેથી દુષ્ટોનો સંગનો ત્યાગ બધા માટે આવશ્યક છે. પરંતુ ભગવતપ્રેમની ઇચ્છા રાખનારાએ તો દુઃસંગ ત્યાગ ખૂબ સાવધાનથી કરવો જોઇએ. આથી જ ભગવાન શ્રીરામચંદ્રજીએ વિભીષણને કહ્યું છે કે,

બરુ ભલ વાસ નરક કર તાતા

દુષ્ટ સંગ જનિ દેઇ વિધાતા 

અર્થાત્ હે વિભીષણ, નરકમાં રહેવું સારું છે પરંતુ વિધાતા કદી દુષ્ટ મનુષ્યોની સોબત ન આપે. દુષ્ટોના સંગથી કેવલ દુરાચારી મનુષ્યોનો જ સંગ સમજવો ન જોઇએ. ઇ‌િન્દ્રયોનો કોઇ પણ વિષય, જે આપણા મનમાં અસદવિચાર તથા વિષયોની લાલસા ઉત્પન્ન કરે છે. તથા ભગવત્ પ્રાપ્તિના માર્ગેથી આપણાં ચિત્તને હટાવી દે છે. આપણે ન કોઇ એવી ચેતન વસ્તુ કે જડ દૃશ્ય જોવાં જોઇએ. ન એવી વાત સાંભળવી જોઇએ કે ન તો એવી કોઇ ચર્ચા કરવી જોઇએ કે ને તો એવાં સ્થાનમાં જવું જોઇએ કે ન તો એવું પુસ્તક વાંચવું જોઇએ કે ન તો એવી વસ્તુ ખાવી, સૂંઘવી કે સ્પર્શ ન કરવી જોઇએ જેથી આપણા ચિત્તમાં વિષય ચિંતન ઊમટી પડે. આપણું મન વિક્ષુબ્ધ થઇ જાય. 

આપણે એ યાદ રાખવું જોઇઅ કે મનુષ્યમાં સારા તથા ખરાબ વિચારોની ઉત્પ‌િત્ત અને વૃ‌િદ્ધમાં કમથી કમ આ દસ બાબત પ્રધાન કારણ બને છે. જે નીચે મુજબ છે. સ્થાન, અન્ન, જળ, પરિવાર, પડોશ, દૃશ્ય, સાહિત્ય, આલોચના, આજીવિકાનાં કાર્ય તથા ઉપાસના. જો તે સાત્વિક હોય તો તેમની સોબતમાં સાત્વિકતા વધે છે. તેમનું સેવન સત્સંગ છે. જો તે રાજસ કે તામસ છે તો તેમનું સેવન દુઃસંગ છે. અજ્ઞાનની વૃદ્ધિ થતાં તમામ દોષોનો વિકાર દુઃસંગ છે. અજ્ઞાનની વ‌ૃદ્ધિ થતાં તમામ દોષોને વિકાસ થઇ જાય છે. અર્થાત્ દુઃસંગનો સદા સર્વથા ત્યાગ કરવો જ શ્રેયસ્કર છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ રાગ તથા આસ‌િક્તરૂપ રજોગુણથી ઉત્પન્ન કામ તેજ પાપ થવાનું મુખ્ય કારણ બતાવ્યું છે.

મનુષ્ય ન ઇચ્છતો હોવા છતાં પાપ કેમ કરે છે ? તેવા પ્રશ્નના જવાબમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે કામના જ ક્રોધ છે. મહાપાપી કામનું પેટ કદી ભરાતું નથી. 

આ વિષયમાં તું કામ ને જ પાપ કરાવનાર પ્રબળ શત્રુ માન. જો કે કામથી લોભ તથા ક્રોધ બંને ઉત્પન્ન થાય છે પરંતુ સંસારમાં મન માની થોડી જ કામના પૂ‌િર્ત હોય છે? વિષમતાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ ઉત્પન્ન થવાથી મનુષ્ય વિવેકહીન થાય છે. તેને પોતાનું હિત પણ નથી દેખાતું. આવા મનુષ્ય મહા મૂર્ખ હોય છે.•

You might also like