પ્રાથમિક સ્કૂલમાં સંંબંધ બાંધનાર શિક્ષક-શિક્ષિકા સસ્પેન્ડ કરાયાં

બિજનોરઃ સ્કૂલમાં એક શિક્ષક અને શિક્ષિકાને શારીરિક સંબંધ બાંધવાનું મોંઘું પડ્યું. અા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધાં છે. ચાંદપુર ક્ષેત્રના ગામ બાગડપુરની પ્રાથમિક શાળામાં ગઈકાલે સ્કૂલના પ્રિન્સિપાલને એક અન્ય હેડમાસ્ટર સાથે શારીરિક સંબંધો બાંધતા પકડી લેવાયા. ગ્રામ પ્રધાને ગ્રામીણોની સાથે શિક્ષક અને શિક્ષિકાને પકડીને બંનેની ધોલાઈ કરી.

પ્રધાન શિક્ષિકાની ગામની મહિલાઅોઅે ધોલાઈ કરી તથા ગામના યુવકોઅે શિક્ષકને માર માર્યો. ગ્રામીણોનો અાક્ષેપ હતો કે સ્કૂલમાં તે શિક્ષિકા પહોંચતાં જ સ્કૂલના શિક્ષકે લગભગ ૧૦ વાગે બાળકોને છોડી દીધાં. જ્યારે સ્કૂલનો છૂટવાનો સમય બપોરે ૧.૦૦ વાગ્યાનો છે. સમય પહેલાં સ્કૂલ છોડી દેવાતાં ગામના કેટલાક યુવકોને શિક્ષક પર શક થયો. 

ગ્રામીણોની વાત માનીઅે તો લાંબા સમયથી અા શિક્ષિકા સ્કૂલમાં અાવતી જતી રહેતી હતી. અા શિક્ષિકા જ્યારે સ્કૂલમાં જાય ત્યારે અા વિદ્યાર્થી વહેલા છોડી દેવાતાં. જ્યારે શિક્ષિકાની સ્કૂલ બાગડપુરથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે હતી. કેટલીકવાર શિક્ષક પણ સ્કૂલમાં ગાયબ રહેતા. અા ગામમાં કેટલાક યુવકોને શિક્ષકની હરકત પર શક હતો. ગામના કેટલાક યુવકો સ્કૂલની અાસપાસ ફરતા રહ્યા. જ્યારે પ્રધાન અધ્યાપિકા સ્કૂલ પહોંચી ત્યારે થોડા સમય બાદ શિક્ષકે બાળકોને છોડી દીધાં. અા જોતા જ ગામના યુવકો સીધા સ્કૂલની અંદર પહોંચ્યા અને બંનેને રંગે હાથ પકડી લીધા. બીજી તરફ બંને શિક્ષકને બીઅેસઅેઅે સસ્પેન્ડ કરી દીધા છે. 

You might also like