પ્રમોશનમાં અનામત એ મૂળભૂત અધિકાર નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ પ્રમોશનમાં અનામત અને તેના પરિણામરૂપે સિનિયોરિટીના કાયદા અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે પ્રમોશનમાં આરક્ષણ એ મૂળભૂત અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સિનિયોરિટી કર્મચારીની કામગીરીમાં મહત્ત્વની વાત હોય છે. સિનિયોરિટીનો સિદ્ધાંત તર્કસંગત અને તટસ્થ હોવો જોઇએ. અનામત પ્રાપ્ત કરવી એ મૂળભૂત અધિકાર નથી, પરંતુ એક સકારાત્મક જોગવાઇ છે. જો સરકારને એવું લાગે કે કોઇ વર્ગનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી તો તે આરક્ષણની જોગવાઇ કરી શકે છે, પરંતુ આરક્ષણથી પ્રમોશન મળવા પર  આપોઆપ સિનિયોરિટી મળી જતી નથી. જો સરકારી નીતિ અને કાયદામાં તેની જોગવાઇ ન હોય તો અનામતથી પ્રમોશન મેળવનારને આપોઆપ સિનિયોરિટી પ્રાપ્ત થશે નહીં.

ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુર અને ન્યાયમૂર્તિ આર. ભાનુમતીની બનેલી બેન્ચે એસસી-એસટીને પ્રમોશનમાં આરક્ષણ અને તેના પરિણામરૂપ સિનિયોરિટીના કેસમાં મદ્રાસ હાઇકોર્ટનો આદેશ રદ બાતલ ઠરાવીને તામિલનાડુ સરકારને ચાર મહિનાની અંદર કેચઅપ રૂલ અમલી બનાવીને આસિ.ડિવિઝનલ એન્જિનિયર્સનું ‌સિનિયોરિટી લિસ્ટ ફરીથી તૈયાર કરવા આદેશ કર્યો છે. 

You might also like