પ્રભુની સુસ્ત ટ્રેનથી પીએમઅો નારાજ

નવી દિલ્હી: વડા પ્રધાન કાર્યાલય મહત્વના પ્રોજેક્ટ પર કામકાજ ઝડપી બનાવવા માટે રેલવે મિનિસ્ટ્રી પર દબાણ કરી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના ઇકેનોમિક વિઝન સેક્ટરમાં પ્રાથમિકતાને જોતાં અામ કરવામાં અાવી રહ્યું છે. મિનિસ્ટ્રીને ૭ સપ્ટેમ્બરે મોકલાયેલા પત્રમાં પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રઅે કેટલીક બાબતોમાં સંતોષજનક સ્તર કરતાં પણ અોછા પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો છે.

મિશ્રઅે એ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે રેલવે મિનિસ્ટર પ્રભુ અાશાઅો ઉપર ખરા ઊતરશે અને રેલવેના વિકાસને ટ્રેક પર લાવશે. ઉલ્લેખનીય છે કે પ્રભુ રેલવે પ્રધાનના પદ માટે મોદીની પસંદ હતા. મિશ્રના લેટરમાં સ્ટેશન ડેવલપમેન્ટ અને હાઈસ્પીડ સર્વિસિસ જેવા પ્રોજેક્ટની સુસ્ત ગતિનો પણ ઉલ્લેખ કરાયો છે. મિશ્રઅે કહ્યું છે કે અા બંને અહમ પ્રોજેક્ટ છે અને તેને યોગ્ય યોજના સાથે પૂરા કરવા જોઈઅે.

You might also like