પ્રથમ શતક અને પાકિસ્તાન પર પહેલી જીત અપાવનાર લાલા અમરનાથ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટની દુનિયામાં પોતાનું પહેલું પગલું ૧૯૩૨માં ભર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમે ઘણી સિદ્ધિ મે‍ળવી છે. વિશ્વ ક્રિકેટને શાનદાર બેટ્સમેન અને બોલર પણ ભારતે આપ્યા છે. ભારતમાં એવા બેટ્સમેનનો જન્મ થયો હતો જેણે ભારતનું નામ વર્લ્ડ ક્રિકેટના શતકધારીઓની યાદીમાં પહોંચાડ્યું હતું. ભારતના લાલા અમરનાથે ૨૪ ટેસ્ટ રમતાં ૧૯૩૩માં ઇંગ્લેન્ડ સામે જિમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ, મુંબઇમાં ભારતીય ક્રિકેટનું પહેલું શતક ફટકાર્યું હતું.લાલા અમરનાથે ૨૪ ટેસ્ટની ૪૦ ઇનિંગમાં ૨૪.૩૮ની એવરેજથી ૮૭૮ રન બનાવ્યા હતા. જેમાં ચાર અર્ધશતક અને એક શતકનો સમાવેશ છે. આમ બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ તેમણે ૩૮ની એવરેજથી ૪૫ વિકેટ ઝડપી હતી. લાલા અમરનાથ ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી ઓસ્ટ્રેલિયા સામે સ્વતંત્ર ભારતીય ટીમના પહેલા કપ્તાન બન્યા હતા. લાલા અમરનાથની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે પહેલી ટેસ્ટ સિરિઝ જીતી હતી. ૧૯૫૮માં દિલ્હીમાં પાકિસ્તાનને ભારતે પહેલીવાર હરાવ્યું હતું.લાલા અમરનાથના બે પુત્રો મોહિન્દર અને સુરીન્દર પણ ટીમ ઇન્ડિયાના ભાગ રહ્યા હતા. મોહિન્દરે ૧૯૮૩માં વિશ્વકપ વિજેતા ટીમમાં યોગદાન આપ્યું હતું. ૮૮ વર્ષની ઉંમરે લાલા અમરનાથનું ૨૦૦૦ના વર્ષમાં નવી દિલ્હીમાં નિધન થયું હતું. ક્રિકેટના બાદશાહ જામ રણજિતસિંહની ૧૪૭મી જન્મજયંતી બ્રિટીશ ઇન્ડિયાના કાઠિયાવાડમાં સડોદર ગામે ૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨માં જન્મ લઇ સમગ્ર વિશ્વ પર ક્રિકેટનો ઝંડો લહેરાવનાર રણજિતસિંહને ક્રિકેટની દુનિયામાં રણજીના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. ૧૮૭૨થી ૧૯૩૩ સુધીના જીવનકાંડમાં જામ રણજિતસિંહએ અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા જેમાંના ઘણા આજે પણ અનબીટ છે તેવો એકમાત્ર પહેલા ભારતીય હતા જે ઇંગ્લેન્ડમાંથી ટેસ્ટ મેચ રમ્યા છે.તેવો એ ઇંગ્લેન્ડ વતી રમતા અનેક મેચ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા તેવો એ ટેસ્ટ ક્રિકેટમાં ૯૮૯ રન સાથે ૪૪.૯૫ની એવરેજથી રમી સૌને ચક્તિ કરી દીધા હતા. તેમજ ફર્સ્ટકલાસ ક્રિકેટમાં ૫૦૦ ઇનિંગ્સમાં ૬૨ વખત નોટ આઉટની ઇનિંગ્સ પણ રમ્યા. આજે દેશમાં રમાતી ક્રિકેટની શ્રેષ્ઠ ટ્રોફી જામ રણજિતસિંહજીની યાદમાં રમાય છે તે જ જામનગરનું ગૌરવ છે. જામનગરના રાજા વિશ્વકક્ષાના અદ્ભૂત ઓલરાઉન્ડર ક્રિકેટર હોય તે જ શહેરમાંથી વિનુ માંકડ, સલીમ દુરાની, અશોક માંકડ, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા હોનહાર રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર ક્રિકેટરોની ભેટ દેશને મળી છે.
 
You might also like