પ્રથમ નોરતુંઃ સુખ શાંતિ અને સંતોષ આપનારાં મા શૈલપુત્રી

નવરાત્રિ એટલે શક્તિપૂજાનું શ્રેષ્ઠ પર્વ. જપ, તપ, વ્રત કરવા માટે નવરાત્રિના નવ દિવસનો સમય શ્રેષ્ઠ છે. મા દુર્ગા (કાલિ) અંબા તથા અન્ય દેવીઓની ભક્તિ ઉપાસનાનો સમય એટલે નવરાત્રિ. આ નવ દિવસમાં નવચંડી, શતચંડી, સહસ્ત્રચંડીનો વિધિપૂર્વકનો પ્રયોગ વિદ્વાન ભૂદેવ પાસે કરાવવો જોઈએ. 

નવચંડી, શતચંડી કરતાં આવડતું હોય તો ચંડીપાઠ જાતે કરવો ઉત્તમ. નહીંતર પવિત્ર જીવન ગાળતા ભૂદેવ પાસે ચંડીપાઠ કરાવી શકાય. નિત્ય ચંડીપાઠ કરવાથી વિદ્યા, લક્ષ્મી, સંપત્તિ, વેપાર, નોકરી તથા રોજગાર ખૂબ સરસ થાય છે. શત્રુ તથા ભય દૂર થાય છે. 

નવરાત્રિ દરમિયાન માનાં નવ િદવસ અલગ અલગ હોય છે. આજે આપણે માનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીને જાણીએ.

શૈલપુત્રી માનવાંછિત ફળ આપનાર છે. તેમણે મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલ છે. 

તે દરરોજ સવારી કરે છે. મા શૈલપુત્રી શૂલધારિણી, યશસ્વિની, કમળધારિણી છે તે મા દુર્ગાનું જ સ્વરૂપ છે. 

મા શૈલપુત્રીને મારાં નિત્ય વંદન.

હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મન જેવાં અર્ધચંદ્રમા છે મા શૈલપુત્રી. શૈલપુત્રી માને ભજવાથી આપણા મનમાં ચંદ્ર જેવા નિર્મળ તથા સાત્વિક વિચાર પ્રગટે છે. 

ઘણી જગાએ મા શૈલપુત્રીનો ઉલ્લેખ ભગવાન શિવનાં અર્ધાંગિની મા પાર્વતીનું સ્વરૂપ છે. તેણે જોવા મળે છે. તેઓ ભગવાન શિવનાં વાહન નંદિ ઉપર સવારી કરે છે. કારણ આ બધું જ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. 

તેઓ શૈલપુત્રી હોવાને કારણે તેમનો વર્ણ િહમાલયના ધવલ શિખર જેવો છે.

મા શૈલપુત્રીની આરાધના નવરાત્રિની પ્રથમ રાત્રિએ કરનારનાં જીવનમાં સુખ, શાંતિ, સંતોષનું આધિપત્ય રહે છે તે ઐશ્વર્યવાન બને છે. 

મા દુર્ગાનું આ અનુપમ સ્વરૂપ મા શૈલપુત્રીના નામે ઓળખાય છે તેનું કારણ તે હિમાલયપુત્રી છે તેમને ભજનાર હંમેશાં હિમાલય જેવીઅડગતા તો મેળવે છે. સાથે સાથે તેના જીવનમાં અપાર સુખ, શાંતિ અને સંતોષ પ્રગટે છે.

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like