પ્રત્યેક પૂજનના આરંભે કરો ગણેશપૂજન.. 

અાર્ય સંસ્કૃતિમાં ગણપતિ અાદ્યદેવ તરીકે સ્થાન પામ્યા છે. મહેશ્વર ભગવાન શંકર એમના પિતા અને અન્નપૂર્ણા જગદંબા પાર્વતીજી એમનાં માતા છે. દેવોના સેનાની સ્કંદ કાર્તિકેય એમના ભાઈ છે. તેઓ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી અને લક્ષ લાભના પિતા છે. અા અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યરંભે થાય છે અને વિઘ્નહર વિનાયક સર્વ વિઘ્નો હરી અારાધકની મનોકામના પૂર્ણ કરે છે. 

સિદ્ધિ વિનાયક ગણપતિજી સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂરે છે. ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે, વૃત્રાસુરનો નાસ કરવા ઈન્દ્રે નળને શોધતા દમયંતીએ, સીતાની શોધ પૂર્વે રામચંદ્રજીએ ગંગાવતરણ વખતે ભાગીરથે, રુકમણી હરણ પૂર્વે ભગવાન કૃષ્ણે અને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણ પુત્ર સામ્બે ગણપતિનું પૂજન કર્યું હતું. અને સૌએ પોતાની મનોકામના પરિપૂર્ણ કરી હતી. 

ચાર વેદમાં અને અઢારે પુરાણમાં, સ્મૃતિઓમાં, ધર્મસૂત્રોમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિપૂજનનો મહિમા ગાવામાં અાવ્યો છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે જ ગણપતિ પૂજનનો મહિમા સમગ્ર વિશ્વમાં વ્યાપક બન્યો અને સાહિત્ય તથા ધર્મના ગ્રંથોમાં એનું પ્રતિબિંબ પડ્યું. ભિન્ન ભિન્ન રૂપની ગણેશની મૂર્તિઓ ફક્ત ભારતમાં જ નહીં સમસ્ત વિશ્વમાં અાજ લભ્ય બની છે. ભારતમાં અા સેતુ હિમાલય સુધી ગણેશપૂજન વ્યાપક છે. ગામે ગામ અને નગરે નગર, અરણ્ય અને િસદ્ધિઓમાં, સરિતા અને સમુદ્ર પર ગણપતિની મૂર્તિ, પ્રસ્થાપિત અને પૂજિત થતી જોવા મળે છે. 

ગણપતિ વિશે ઋષિમુનિઓએ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી છે અને અારાધનાની વિવિધ વિધિઓ દર્શાવી છે. એમા શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટોત્તરીશતનામ, સંકટનાશન ગણેશ સ્તોત્ર, ગણેશ સહસ્ત્ર નામ અાદિ સ્તોત્ર છે. ગણેશપૂજા પ્રત્યેક કાર્યને અારંભે થાય છે. ગણપતિ વ્રત કરવા વાળા સુદ અને વદ ચોથના દિવસે ગણપતિ પૂજા કરે છે. જે ચોથની નીજથી યુક્ત હોય તેને વૃતના અારંભે પહેલી લેવી અા દિવસે વિધિયુક્ત ગણપતિનું પૂજન કરવું. તેમનાં નામનું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો અને દૂર્વાથી ગણપતિનું પૂજન કરવું, ગણપતિનો અથર્વશીર્ષના પાઠ કરવાથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.

ગણપતિજીની સુવર્ણની, ચાંદીની, તાંબાની, પંચધાતુની કે માટીની મૂર્તિની પૂજા થાય છે. ભાગ્ય યોગે સફેદ અાંકડાના ગણપતિ મળી જાય તો એમનું પૂજન સિદ્ધિપ્રદ મનાય છે. 

ગણેશજીને નૈવેદ્યમાં અાઠ લાડુ, ૧૦૮ લાડુ કે ફક્ત ૨૮ લાડુ તલ મિશ્રિત, દક્ષિણા સહિત અર્પણ કરવા જોઈએ અને સુખ, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ગણપતિની સ્તુતિ કરવી જોઈએ.  ૐ ગં ગણપતયૈ નમ ઃ અા ગણપતિનો મુખ મંત્ર છે. એના છ લાખ મંત્ર કરવાથી મનુષ્ય અપરિમિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સંકટોનાં નિવારણ માટે મનુષ્ય સંકટ ચતુર્થીનું વ્રત પણ કરી શકે છે.  વિઘ્નોનાં નિવારણ માટે અને સુખ શાંતિ માટે, સમૃદ્ધિ માટે નીચે અાપેલું અનુષ્ઠાન કરવું. ભાદરવા સુદ ૪ થી ૧૪ સુધી (શ્રી ગણેશ ચતુર્થી શરૂ કરી અનંત ચૌદશ સુધી) અા વ્રત કરવું. ભગવાન ગણપતિની મૂર્તિનું વિધિવત પૂજન કરી વ્રત કરવું. 

You might also like