Categories: India

પોર્ન સાઈટો ઉપર તાકીદે પ્રતિબંધ ફરમાવવા મહિલા વકીલોની માંગ

નવી દિલ્હીઃ મોદી સરકારે ૮૫૭ જેટલી પોર્ન સાઈટો ઉપર ફરમાવેલો પ્રતિબંધ ઉઠાવી લીધાના એક મહિના બાદ આ મામલે સુપ્રીમ કોર્ટના મહિલા વકીલોએ નવેસરથી મોરચો ખોલ્યો છે. સુપ્રીમ કોર્ટના વિમેન લોયેર્સ એસોસીએશન દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ પોર્ન સાઈટોના મામલે ઉઠાવાયેલા પ્રતિબંધ વિશે નવેસરથી વિચારણા કરવા ડાયરેકશન માંગ્યુ છે. 

ઈન્દોર સ્થિત એડવોકેટ કમલેશ વાસવાણીએ દાખલ કરેલી પિટિશનમાં પક્ષકાર તરીકે મહિલા એસોસીએશને જોડાવાની માગણી કરતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હવે મામલો ગંભીર બનતો જાય છે.

સ્કૂલે જતા છોકરા-છોકરીઓ હવે સ્કૂલ બસમાં અને તેમને લાવતા લઈ જતા ખાનગી વાહનોમાં પોર્ન ક્લિપો એકસેસ કરતા થઈ ગયા છે. આ એસોસીએશને કોર્ટ સમક્ષ માગણી કરી છે કે, દેશની તમામ સ્કૂલોની બસોમાં મોબાઈલ ઝામર લગાવવા આદેશ આપવો જોઈએ. જેને લઈને વિદ્યાર્થીઓ પોર્નોગ્રાફીકસ સાઈટો જોઈ ન શકે. કોર્ટે આ મામલામાં ૧૩ ઓકટોબરે સુનાવણી મુલતવી રાખી છે.

સરળતાથી પોર્ન સાઈટો એકસેસ થઈ શકતી હોવાથી યુવા પેઢીનું મગજ બગડી ગયું છે. બાળકોને લાવતી લઈ જતી બસો અને રિક્ષાના ચાલકો તેમજ કંડકટરોના મોબાઈલમાં પણ પોર્ન ક્લિપો સ્કોર થયેલી જોવા મળે છે. આવી ક્લિપો લોકોમાં સરળતાથી હિચકિચાટ વગર ફરતી થતી હોવાથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની લાગણીઓ અને માનસિકતાને ગંભીર અસર કરે છે. 

ડ્રાઈવરો-કંડકટરો અને સાફ-સફાઈવાળા બાળકોનું શોષણ કરતા થઈ ગયા છે. તેમની પાસેની પોર્ન ક્લિપો બતાવી શોષણ કરવામા આવે છે. સુપ્રીમ કોર્ટના વિમેન્સ લોયર્સ એસોસીએશનના સેક્રેટરી પ્રેરણાકુમારી અને સિનિયર એડવોકેટ મહાલક્ષ્મી પવાની દ્વારા આ દલીલો કોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી.

સરળતાથી જોવા મળતી પોર્નોગ્રાફીને લઈને મહિલાઓ, યુવતીઓ, છોકરીઓ અને બાળકોની સાથેના ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ મામલે રાષ્ટ્રીય નીતિ ઘડવાની જરૂર છે અને બાળકોને લગતી પોર્નોગ્રાફીને સખ્તાઈથી અટકાવવા માગણી કરવામાં આવી છે. ઓગષ્ટ ૧૦ના પોતે લાદેલો અગાઉનો પ્રતિબંધ ઉઠાવતા સરકારે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, અમે પોર્નોગ્રાફીને બંધ રૂમમાં નિહાળતા કોઈને અટકાવી ન શકીએ. અમે જ્યારે ડિજિટલ ઈન્ડિયા તરફ આગે કદમ માંડી રહ્યા છીએ ત્યારે વેબસાઈટ બ્લોકિંગના આંધળા હુકમો ન કરી શકીએ.  

 

admin

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

19 hours ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

19 hours ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

19 hours ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

19 hours ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

19 hours ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

19 hours ago