પોર્ન મુદ્દે સરકારનાં પારોઠના પગલાં : પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હી : પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ મુદ્દે ચારેબાજુથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે અંતે પોતાનાં નિર્ણય બાબતે યુટર્ન લીધો હતો. દુરસંચાર મંત્રાલયે તત્કાલ પ્રભાવથી આ પ્રતિબંધને હટાવી દીધો છે. જો કે ચાઇલ્ડ અને ગ્રાસ પોર્ન સાઇટ્સ પરનો પ્રતિબંધ યથાવત્ત રહેશે. દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે પ્રતિબંધ હટાવાયો હોવાની વાતને પૃષ્ટી આપી હતી. 

રવિશંકર પ્રસાદે પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને પોર્ન પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવી દેવામાં આવ્યો છે. જો કે ચાઇલ્ડ પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. કેન્દ્રની તરફથી પોર્ન સાઇટ્સને પ્રતિબંધિત કરવા મુદ્દે સમાજનાં ઘણા તબક્કાઓમાંથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સરકારનાં આ નિર્ણયને કારણે સૌથી વધારે યુવાવર્ગમાં વિરોધ થયો હતો. વ્યક્તિની અંગત બાબતો પર પ્રતિબંધ માનવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા 800થી વધારે પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે હવે તે પૈકી 700 પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે લગભગ 100 પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. આ સાઇટ્સ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને બ્લૂ ફિલ્મ જેવી સામગ્રીઓ ઉપલબ્ધ હોવાનાં કારણે પ્રતિબંધ યથાવત્ત રખાયો છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સંચાર અને માહિતી મંત્રાલયે 31 જુલાઇનાં રોજ આઇટી કાયદા-2000ની કલમ 73(3) હેઠળ અનૈતિક અને અશ્લીલ જણાવતા 857 વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં ઘણી એવી વેબસાઇટ્સ પણ હતી જેમાં ફની કોન્ટેન્ટ પણ ઉપલબ્ધ હતો. 

You might also like