પોતાના પાપ ઢાંકવા સોનિયા મોદીનું નામ લઇ રહ્યા છે : સ્મૃતિ

નવી દિલ્હી : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી દ્વારા ભાજપ તથા મોદી સરકાર પર કરવામાં આવેલ શાબ્દિક પ્રહારનો માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ કડક જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે જ્યારે જ્યારે સોનિયા ગાંધી અમને નિશાન બનાવે છે ત્યારે ત્યારે ભારતની જનતા નરેન્દ્ર મોદીનાં સમર્થનમાં આવી જાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે પોતાનાં ધ્વસ્ત થઇ રહેલા સંગઠનને માર્ગદર્શિત કરવા માટે પોતાની નિષ્ફળ નીતિ અને નિષ્ફળ સંગઠનની એબ છુપવવા માટે નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરી રહ્યા છે. 

બિહારમાં એનડીએ ગઠબંધન અંગે સ્મૃતિએએ કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહાએ પહેલા જ સ્પષ્ટ કહ્યું છે કે એનડીએ એકજુથ છે અને રહેશે. જીએસટી બિલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસ અમને નહી પરંતુ વિકાસને બેકફુટ પર લઇ જવા માંગે છે. રાજ્યસભામાં બિલને રોકીને કોંગ્રેસ દેશનો વિકાસ અટકાવવા માંગે છે. તેમણે કહ્યું કે એક વર્ષમાં કેન્દ્ર અને રાજ્યોનાં સહયોગથી દેશની તમામ શાળાઓમાં શૌચાલયનું નિર્માણ કરાવવામાં આવ્યા છે. 

રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અમને લાગે છે કે પાકિસ્તાન સંબંધીત કોઇ પણ વિષય આવે ત્યારે તેમાં રાજનીતિ ન થવી જોઇએ. પરંતુ અમુક લોકો રાજનીતિમાં ચમકવા માટે દેશની સરહદ પર જઇને ભારત સરકાર વિરુદ્ધ ઝેર ઓકે છે. તેમણે કહ્યું કે હિન્દુસ્તાની તાકતને જ્યારે જ્યારે લલકારવામાં આવી છે આપણી સેનાએ તેનો સરહદ પર જવાબ આપ્યો છે. 

You might also like