પેન્શન કોઈ પણ સંજોગોમાં રોકી ન શકાયઃ મધ્યપ્રદેશ હાઈકોર્ટ

જબલપુરઃ મધ્યપ્રદેશની હાઈકાેર્ટે ગઈ કાલે અેક લાંચ-રુશવત કેસમાં ફરજિયાત નિવૃત્ત‌િ અંગે માેકલેલા અેસઆઈને માેટી રાહત આપી હતી. કાેર્ટે ચુકાદાે આપતાં જણાવ્યું હતું કે ગમે તે કારણ હાેય કાેઈ પૂર્વ કર્મચારીનું પેન્શન અટકાવી ન શકાય. સાથાેસાથ હાઈકાેર્ટે સરકારને ૧૫ દિવસમાં સેવામાંથી દૂર કરાયેલા પાેલીસ કર્મચારીને પેન્શન આપવા આદેશ કર્યાે છે.

જસ્ટિસ કે.કે. ત્રિવેદીની ‌સિંગલ બેન્ચે તેના વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે કાેઈ પણ કારણ હાેય, પરંતુ ફરજિયાત નિવૃત્ત કર્મચારીનું પેન્શન રાેકી ન શકાય. આવી બાબત તેમના જીવનનિર્વાહ માટે જરૂરી છે. કાેર્ટે ૧૫ દિવસની મહેલત આપતાં ૨૮ સપ્ટેમ્બર સુધીમાં તેનું પાલન કરવા જણાવ્યું છે.  મંડલા નિવાસી નિવૃત્ત અેસઆઈ રવિનાથ મિશ્રાની અરજી અંગે કાેર્ટે આવાે આદેશ કર્યાે છે.  

આ કેસમાં મિશ્રા પર અેક દુષ્કર્મ પીડિતા આદિવાસી મહિલાઅે આક્ષેપ કર્યાે હતાે કે તેમણે આરાેપીનો કેસ નબળાે પાડવા ૩૦ હજાર રૂપિયા લીધા છે અને તપાસમાં આરાેપ સાચા ઠર્યા હતા અને તેના કારણે મિશ્રાને પેન્શન કે નિવૃત્ત‌િનો લાભ અપાયાે ન હતાે.

 

 

You might also like