પેટ્રોલ-ડીઝલ બાય બાય બજારમાં અાવ્યું સોલર સ્કૂટર

નવી દિલ્હીઃ ડીઝલ અને પેટ્રોલની વધતી જતી કિંમતોની વચ્ચે તમારા માટે એક ખુશખબરી છે. ઇટીઅાઈ ડાઇનેમિક્સ તરફથી શુક્રવારે એક સોલર ઇલેક્ટ્રીક હાઈબ્રીડ સ્કૂટર લોન્ચ કરવામાં અાવ્યું. સ્કૂટર ડિઝાઈન કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય વાતાવરણને ગ્રીન અને પ્રદૂષણમુક્ત રાખવાનો છે. કંપનીના અધિકારીઅોઅે જણાવ્યું કે તેમાં સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરાયો છે અને તે સંપૂર્ણ રીતે સોલર એનર્જી પર અાધારિત બાઈક હશે.
 
સ્કૂટરની ઉપર છત્રીના અાકારે સોલર પેનલ લગાવાઈ છે. ઇલેક્ટ્રોનિક સિસ્ટમ પર અાધારિત અા સ્કૂટરની બેટરી સોલર એનર્જીથી ચાર્જ થશે. તે દેશનું પહેલુ સ્કૂટર છે, જે ચાલતી વખતે પણ ચાર્જ થશે.એક વાર ચાર્જ થતાં તે લગભગ 50 કિલોમીટર સુધી ચાલી શકશે. તેની સ્પીડ 80 કિલોમીટર પ્રતિકલાક હશે.
 
You might also like