પેટ્રોલ-ડીઝલ અને ટેલિકોમ સેવાઓ પણ હવે મોંઘી થશે

નવી દિલ્હીઃ ક્લીન ઇન્ડિયા કેમ્પેન મામલે રચાયેલા મુખ્યપ્રધાનોના ગ્રૂપે ટેલિકોમ સર્વિસીસ, પેટ્રોલ-ડીઝલ અને મિનરલ્સ પર સેેસ (ઉપકર) લગાવવાની ભલામણ કરી છે. દેશને પાંચ વર્ષમાં સ્વચ્છ બનાવવા પાછળ થનારા ખર્ચ માટે નાણાં એકત્ર કરવા આ ભલામણ કરવામાં આવી છે.

આ ગ્રૂપે શૌચાલય નહીં ધરાવતા પરિવારના સભ્યો પર ચૂંટણી લડવા સામે પ્રતિબંધ મૂકવા અને ગરીબીરેખાની નીચેના પરિવારને ટોઇલેટ બનાવવા માટે રૂ.૧પ,૦૦૦ આપવાની ભલામણ કરી છે. ક્લીન ઇન્ડિયા સેસની જાહેરાત ર૦૧પ-૧૬ના બજેટમાં કરવામાં આવી હતી.

નીતિ પંચમાં મુખ્યપ્રધાનોની આ ઉપસમિતિની બેઠક બાદ તેના ચેરમેન અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુઅે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં આ કામ માટે ભંડોળ એકત્ર કરવા મોટા પ્રમાણમાં નાણાંની જરૂર પડશે. આ નાણાં ભંડોળની પૂર્તતા માટે ટેલિકોમ સેવાઓ, પેટ્રોલ, ડીઝલ, કોલસો, આયર્ન ઓર જેવા ખનીજોના વેચાણ પર ઉપકર લાદવા ભલામણ કરી છે.

આ ગ્રૂપ દસ દિવસમાં પોતાનો રિપોર્ટ વડા પ્રધાનને સુપરત કરશે. નાયડુએ જોકે જણાવ્યું હતું કે સેસના દર અંગે હજુ ભલામણ કરવામાં આવી નથી. સમગ્ર દેશને ક્લીન બનાવવા કેટલો ખર્ચ આવશે તેનો એ‌િસ્ટમેટ તૈયાર કર્યા બાદ આ સેસનો દર નક્કી કરવામાં આવશે. નાયડુઅે જણાવ્યું હતું કે દેશને પાંચ વર્ષમાં ક્લીન બનાવવા માટે જે ખર્ચ થશે તેમાં કેન્દ્રનું ૭પ ટકા અને રાજ્યનું રપ ટકા યોગદાન રાખવાની ભલામણ કરવામાં આવી છે. 

You might also like