પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામનો ભત્રીજો ભાજપમાં જોડાયો

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડાે. અેપીજે અબ્દુલ કલામનાે ભત્રીજાે સલીમ શેખ ગઈ કાલે ભાજપમાં જાેડાઈ ગયાે છે. સલીમ પૂર્વ રાષ્ટ્રપતિના ભાઈનાે પુત્ર છે. આ અંગે મળતી માહિતી અનુસાર અેપીજે  સલીમ શેખે ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગયાે હતાે.

સલીમ ભાજપમાં સામેલ થઈ ગયા બાદ ભાજપે જણાવ્યું કે સલીમ ભાજપમાં સામેલ થઈ જતા પાર્ટીને નવી તાકાત મળશે અને પક્ષનાે જનાધાર વધુ મજબૂત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ ભાજપમાં જાેડાયા બાદ તેના સમર્થકાેઅે પણ તેના આ નિર્ણયને આવકારી તેની સાથે રહેવાની ખાતરી આપી હતી.

You might also like