પુસ્તકના પાનાં ફાડો અને પાણી ફિલ્ટર કરો

વોશિંગ્ટનઃ અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના સંશોધકોઅે એક અેવું પુસ્તક તૈયાર કર્યું છે જે પીવાના પાણીને ફિલ્ટર કરે છે. ઘણાં પરીક્ષણો બાદ તે યોગ્ય ઠેરવાયું છે. ડ્રીન્કેબર બુક નામના અા પુસ્તકને તમારે ખોલવાનું છે. તેનું એક પેજ ફાડીને તેને સાધારણ ફિલ્ટર હોલ્ડરમાં નાખવાનું છે અને પરીક્ષણ મુજબ એક પેજ લગભગ ૧૦૦ લિટર પાણી સાફ કરી શકે છે. મતલબ કે એક પુસ્તક એક વ્યક્તિને ચાર વર્ષ સુધી સ્વચ્છ પાણી અાપી શકે છે.

પાણી તળાવનું હોય, નદીનું હોય કે કોઈ કૂવાનું. તમે અે પેજ પર પાણી નાખશો ત્યારે તેમાં રહેલા ચાંદી કે તાંબાના અતિસૂક્ષ્મ કણો પાણીને સ્વચ્છ તો કરશે પરંતુ સાથે સાથે જો તેમાં બેક્ટેરિયા હશે તો તેને પણ ખતમ કરશે. જેમ જેમ અા પેજમાંથી પાણી પસાર થશે. પાણીમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જશે. અા પુસ્તક દક્ષિણ અાફ્રિકા, ઘાના, બાંગ્લાદેશમાં પાણીના લગભગ ૨૫ સેમ્પલ પર તપાસવામાં અાવ્યું છે. ત્યારબાદ જાણવા મળ્યું કે ૯૯ ટકા બેક્ટેરિયા સફળતાપૂર્વક ખતમ થઈ ગયા. 

પિટ્સબર્ગની કારનેગી મેલન યુનિવર્સિટીના સંશોધક ડૉ. ટેરી દાનકોવિચે ડ્રીન્કેબર બુકને ઘણાં વર્ષોનાં પરીક્ષણો અને પ્રયોગો બાદ તૈયાર કર્યું છે. તેમનો હેતુ વિકાસશીલ દેશના લોકોની મદદ કરવાનો છે.

You might also like