'પુલી' ફિલ્મનો પ્રિવ્યું

શિબુ થાર્મિસ અને પીટી સેલ્વાકુમાર નિર્મિત અને ચિમ્બુ દેવેન નિર્દેશિત ‘પુલી’ ફિલ્મમાં સંગીત દેવી શ્રીપ્રસાદે આપ્યું છે. ફિલ્મમાં વિજય, શ્રુતિ હાસન, શ્રીદેવી, સુદીપ અને હંસિકા મોટવાની જેવા કલાકારો છે. ‘પુલી’ તામિલ ભાષામાં બનેલી ફિલ્મ છે, જેને હિન્દીમાં આ જ નામથી ડબ કરાઈ છે. તે પ્રાચીન રાજ્યની શક્તિશાળી રાણી (શ્રીદેવી) અને તેના ચતુર સેનાપતિ (સુદીપ)ની કહાણી છે, જેની પાસે પ્રજાને નિયંત્રિત કરવાના પોતાના ફંડા છે.આ અચ્છાઈ સામે બુરાઈની પણ કહાણી છે, જેમાં પહેલાં ક્યારેય ન જોયેલા રોમેન્ટિક અને કોમેડી સીન છે. ‘પુલી’ ફિલ્મમાં પ્રસ્તુત સાહસગાથા ઝાકઝમાળ અને મનોરંજનથી ભરપૂર છે. ‘બાહુબલિ’ બાદ દક્ષિણ ભારતીય ફિલ્મ પ્રત્યે ઉત્તર ભારતની દૃષ્ટિ બદલાઈ છે. ‘પુલી’ પણ ‘બાહુબલિ’ જેવી ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માતાઓને આશા છે કે તેનું ડબ કરેલું હિન્દી વર્ઝન પણ ‘બાહુબલિ’ જેવી સફળતા મેળવશે. તામિલમાં બનેલી આ ફિલ્મ હિન્દી અને તેલુગુમાં પણ ડબ કરીને રિલીઝ કરાઈ છે. દક્ષિણ ભારતમાં તો ‘સિંહ ઇઝ બ્લિંગ’ પર ‘પુલી’ ૧૦૦ ટકા ભારે પડશે. ‘પુલી’માં તામિલ સુપરસ્ટાર વિજય લીડ રોલમાં છે. આ ફિલ્મ રૂ. ૧૧૮ કરોડમાં તૈયાર થઈ છે. •
You might also like