પુરાવા વગર સોનું ડિપોઝિટ કરાવી શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગોલ્ડ ડિપોઝિટ સ્કીમને સફળ બનાવવા ઇન્કમટેક્સ એક્ટ અંતર્ગત મોટી રાહત આપવાની તૈયારીઓ કરી રહ્યું છે, જે અંતર્ગત ૫૦૦ ગ્રામ સુધી સોનાની જ્વેલરીનો ખુલાસો કરનાર કોઇ પણ વ્યક્તિને તેની ખરીદીના સ્રોતની જાણકારી આપવી નહીં પડે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ ૧૯૯૯માં શરૂ કરવામાં આવેલી ગ્લોડ ડિપોઝિટ સ્કીમમાં જોગવાઇ હતી, પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીની ભીતિએ લોકો આ સ્કીમનો લાભ લેવા ખચકાતા હતા, પરંતુ સરકાર હવે વધુ ને વધુ લોકો આ ડિપોઝિટ સ્કીમનો લાભ લે તે માટે કમર કસી રહી છે. દિવાળી સુધી ગોલ્ડ મોનોટાઇઝેશન સ્કીમ શરૂ કરવાની સરકારે કવાયત હાથ ધરી છે. આ સ્કીમ અંતર્ગત પરિણીત મહિલાઓને ૫૦૦ ગ્રામ, અપરિણીત છોકરી કે મહિલાને ૨૫૦ ગ્રામ અને પુરુષને ૧૦૦ ગ્રામ સુધી સોનાની જ્વેલરી રાખવા પર સ્રોત અંગે જાણકારી આપવી નહીં પડે. ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે એવરેજ ૮૦૦થી ૧૦૦૦ ટન સોનાની આયાત થાય છે અને આ આયાતના કારણે વિદેશી હૂંડિયામણ વિદેશમાં ચાલ્યું જાય છે. વિદેશમાં જતાં હૂંડિયામણને અટકાવવા માટે સરકારે આ યોજનાને વધુ આકર્ષક બનાવવા કવાયત હાથ ધરી છે.
You might also like