પુત્રીઓનું ખતનાં કરાવનારી જનેતા પર ઓસ્ટ્રેલિયન કોર્ટનો કોરડો વિંઝાયો

સિડની : ઓસ્ટ્રેલિયામાં એક મહિલા પર પોતાની બંન્ને પુત્રીઓનું 7 વર્ષની ઉંમરે જ ખતનાં કરાવવાનો આરોપ છે અને તેની પર હાલ કેસ ચાલી રહ્યો છે. કોર્ટમાં સુનવણી દરમિયાન પીડિત યુવતીએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે જ્યારે તેનું ખાતનાં કરવામાં આવ્યું ત્યારે તેને જણાવાયું કે તે એક રાજકુમારી છે અને એક બગીચામાં ફરી રહી છે તેવો અનુભવ થશે. ન્યૂ સાઉથ વેલ્સની સુપ્રીમ કોર્ટમાં કિશોરીનો રેકોર્ડેડ ઇન્ટરવ્યું ચલાવવામાં આવ્યો જેમાં તેણે કહ્યું કે તેનાં કારણે ખુબ જ પીડા થાય છે. જો કે આ અમારી સંસ્કૃતિનો હિસ્સો છે અને દરેક બાળકીએ આ યાતના ભોગવવી પડે છે. 

પીડિતાની માતા પર આોપ છે કે તેણે 2012માં તેનું ખતનાં કરાવ્યું હતું, જ્યારે તે લગભગ 7 વર્ષની હતી. તેની બહેનનું પણ 7 વર્ષની ઉંમરે જ ખતનાં કરાવવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કોર્પોરેશનનાં અનુસાર 2009માં મોટી બહેનનું ખાતનાં કરાવ્યું હતું. બંન્ને કિશોરીઓનો પરિવાર શિયા મુસ્લિમોની એક શાખા દાઉદી વહોરા સમાજમાંથી આવે છે. 

બંન્ને યુવતિઓનું ખાતનાં પણ એક મહિલાએ કર્યું હતું. બોહરા સમુહમાં બાળકીઓનું ખાતનાં કરવામાં આવે છે, ખાતનાં કરનારી મહિલા અને પીડિતાની માતા બંન્ને કોર્ટે કહ્યું કે આ ક્રિયા દરમિયાન કિશોરીઓને કોઇ જ ઇજા થઇ નથી. બોહરા સમુહનાં અગ્રીણી શબ્બીર મોહમ્મદ વજીરીએ કોર્ટને અપીલ કરી હતી કે મહિલાને છોડી મુકવામાં આવે કારણ કે બંન્ને યુવતિઓનું ખાતનાં ઓસ્ટ્રેલિયામાં નથી કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે ખતનાં એક એવી મુસ્લિમ પ્રથા છે જેનાં ભાગ રૂપે બાળકીઓનાં જનનાંગો પર એક ખાસ ક્રિયા કરવામાં આવે છે કે જેનાંથી તે જાતીય આનંદ ન માણી શકે. આવી ક્રિયાને ખતનાં તરીકે ઓળખવામાં આવે છે.આ પ્રથાને યુનાઇટેડ નેશનદ્વારા અમાન્ય ઠેરવવામાં આવી છે અને વૈશ્વિક રીતે તેનો ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજી પણ અમુક ખાસ સમુદાયો દ્વારા આ ક્રિયા કરવામાં આવે છે.

You might also like