પીએમ મોદીના કાશીમાં ૪૦ હજાર બાળકો કુપોષિત  

વારાણસીઃ પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી અંગે એવા તથ્ય સામે અાવ્યાં છે. જેનાથી અા શહેર ખૂબ જ જલ્દી છુટકારો મેળવવા ઇચ્છશે. પીએમના સંસદીય ક્ષેત્રમાં પાંચ વર્ષની ઉંમરનાં ૪૦ હજાર બાળકો કુપોષિત છે. સાથે સાથે વારાણસી ડિવિઝનમાં કુપોષિત બાળકોની સંખ્યા લગભગ ૧.૬૦ લાખ છે. ડિવિઝનમાં વારાણસી, ચંદ્રોલી, ગાઝીપુર અને જૌનપુર જિલ્લા અાવે છે. જિલ્લાના તમામ કુપોષિત બાળકોને ચિન્હિત કરવા માટે પર્સ પોલિયો કેમ્પેઈનની તર્જ પર ૭થી ૧૦ સપ્ટેમ્બર સુધી વજન દિવસ કેમ્પેઈન ચલાવવામાં અાવશે. ડિવિઝન કમિશનર નીતિન રમેશ ગોરકન અને જિલ્લા અધિકાર રાજમણી યાદવે એક જિલ્લાસ્તરીય કાર્યશાળા અાયોજિત કરીને અભિયાનની તૈયારીઅો જોઈ. બ્લોક સ્તર પર ૧થી ૩૦ સપ્ટેમ્બર સુધી એક ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ચલાવવામાં અાવશે જેમાં અાંગણવાડી કર્મચારી અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી અધિકારી પણ હાજર થશે. તમામ કાર્યકર્તા અને અધિકારી પોતાના ક્ષેત્રને જોવા માટે ૪ સપ્ટેમ્બરે મુલાકાત પણ લેશે.  કેમ્પેઇનના નિરીક્ષણ માટે તમામ ૨૫ આંગણવાડી કેન્દ્રો પર એક સેક્ટર મેજિસ્ટ્રેટ નિયુક્ત કરવામાં અાવશે. બૂથ પર વજન તોલનારી મશીન લગાવાશે અને પ્રત્યેક બૂથ પર ૧૦૦૦ બાળકોની તપાસની કોશિશ કરાશે. શહેરી ક્ષેત્રોમાં ૯૮૧ બૂથ અને ગ્રામીણ ક્ષેત્રોમાં ૨૯૩૩ બૂથ બનાવવામાં અાવશે. અા માટે વિકાસ ભવનમાં એક કંટ્રોલ રૂમ પણ બનાવાયો છે જેનો ફોન નં. ૨૫૦૦૩૭૨ છે.
You might also like