Categories: News

પાલિકા બ્રિજ કોન્ટ્રાકટર-પ્લાયવૂડના મેન્યુફેકચર પર આવકવેરાના દરોડા

સુરત : ઈન્કમટેકસ વિભાગની ડીઆઈ વિંગે આજે વહેલી સવારથી મૂળ વાપીના પ્લાયવૂડ મેન્યુફેકચરર સરસ ગ્રૂપ અને પાલિકાના રોડ, બ્રિજ તેમજ બીઆરટીએસ સહિતના વિકાસના કામોમાં મોટા પ્રોજેકટનો કોન્ટ્રાકટ લેનાર યુનિક કન્ટ્ર્કશનને સાણસામાં લઈને દરોડાની કાર્યવાહી શરૃ કરી છે. આ બંનેની પેઢીના ઓફિસ, નિવાસ સ્થાન સહિત વાપી, વલસાડ, બારડોલી, તેમજ અમદાવાદ મળી કુલ ૨૮ જેટલા સ્થળો પર તપાસ શરૃ કરવામાં આવી છે. સામે તહેવારની સિઝન ટાળે ફરી એકવાર ઈન્કમટેકસ વિભાગ એકશનમાં આવી દરોડાની કાર્યવાહી શરૃ કરતા બિલ્ડરો તેમજ વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

મળતી વિગત મુજબ સુરત આવેકવેરા વિભાગની ડિરેકટર ઓફ ઈન્વેસ્ટિગેશને દરાડોનું ઝૂંબેશ આગળ વધાવાની સાથે આજે સવારે સુરત મહાનગરપાલિકાના શહેરમાં ચાલતા બ્રિજના, રોડ રસ્તા તેમજ બીઆરસી વિકાસ કામોનો પ્રોજેકટનો કોન્ટ્રાકટ લેનાર યુનિક કન્સ્ટ્રકશન તેમજ મૂળ વાપીની પ્લાયવુડના ધંધા સાથે સંકળાયેલા સરસ પ્લાયવુડ (ક્રોર ગ્રૂપ)ને અડફેટમાં લીધા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાથી આઈટીના ૧૫૦ ઉપરાંત અધિકારીઓ તપાસમાં જોડાયા હતા.

સરસ ગ્રૂપ અને યુનિક કન્સ્ટ્રકશનની ભટાર ચાર રસ્તા ખાતે બીટીએસમાં આવેલી ઓફિસ, નિવાસસ્થાન જયારે સરસ ગ્રૂપની ઓફિસ તેમજ બારડોલી, વલસાડ, વાપી, તેમજ અમદાવાદ સહિત ૨૮ સ્થળો તપાસ શરૃ કરી છે. સરસ ગ્રૂપની રાજયમાં ૪૦ જેટલી દુકાનો આવેલી છે. જયારે મોડી સાંજે તપાસનો રેલો યુનિક ગ્રૂપના બારડોલીના એટા ટુંટી ગામે આવેલા ઈઓન પ્રોજેકટ સુધી લંબાયો હતો. આઈટીએ આ પ્રોજેકટ ચાલતા એકાઉન્ટને પણ ઘેર પણ તપાસ શરૃ કરી છે.

ક્રોર ગ્રૂપે યુનિક કન્સ્ટ્રકશન પાસે તેના ભટાર ખાતે આવેલા બીટીએસ પ્રોજેકટમાં મોટી કિંમત ચૂકવી આલીશાન શો રૃમ શરૃ કર્યો ત્યારથી આ બંને ગ્રૂપ આઈટીએ ચાપતી નજર રાખી તેમના તમામ પ્રોજેકટથી લઈને વ્યવહારો પર દેખરેખ રાખ્યા બાદ આજે વહેેલી સવારેથી દરોડા પાડયા હતાંં સામે તહેવારની સિઝન ટાણે આઈટી દ્વારા આજે સવારથી બિલ્ડર, કન્ટ્રાકટર તેમજ પ્લાયવુડના ધંધા સાથે જોડાયેલા લોકોને ઝપટમાં લઈને તપાસ શરૃ કરવાને પગલે બિલ્ડરો, વેપારી વર્ગમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.તપાસ દરમિયાન આઈટીએ મોટાપાયે દસ્તાવેજો કબજે કર્યા છે. તપાસના અંતે મોટાપાયે કાળું નાણું બહાર આવે તેવી શકયતા જોવા મળી રહી છે.

admin

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

1 hour ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

2 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

3 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

3 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

3 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

3 hours ago