પાત્ર જોઉં છું, બેનર કે બજેટ નહીં: રિચા 

મુંબઇઃ રિચા ચઢ્ઢા થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મસાન’ને લઈને ચર્ચામાં આવી. ફિલ્મમાં તેની એક્ટિંગને પણ ખૂબ જ પ્રશંસા મળી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની આ ખૂબ જ ઓછા બજેટવાળી ફિલ્મે બે એવોર્ડ પણ જીત્યા. રિચા કહે છે કે હું એ વાતને લઈને સૌથી વધુ રોમાંચિત હતી કે દેશ અને વિદેશથી પણ આ ફિલ્મની સાથે-સાથે મારી એક્ટિંગને ડેલિગેટ્સ અને ક્રિટિક્સે ખૂબ જ વખાણી. કલાકાર તરીકે મારે બીજું શું જોઈએ. 

જોકે રિચાની અગાઉની ફિલ્મ ‘તમંચે’ જરાય ચાલી ન હતી. તે કહે છે કે જ્યારે આપણે પ્રશંસા માટે તૈયાર હોઈએ છીએ ત્યારે આલોચના માટે પણ તૈયાર રહેવું જોઈએ. હાલમાં બોલિવૂડમાં એ સ્ટેજ પર નથી કે મને મળેલી ઓફરને બસ એમ જ રિજેક્ટ કરી દઉં. લગભગ ૭ વર્ષ પહેલાં ‘ઓયે લકી લકી ઓયે’ ફિલ્મથી ગ્લેમર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કરનાર રિચાને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’એ ખાસ અલગ ઓળખ અપાવી. ‘ફુકરે’ ફિલ્મમાં પણ રોલ તેણે ખૂબ જ એન્જોય કર્યો. 

નવી ફિલ્મ સાઈન કરતી વખતે પહેલી પ્રાથમિકતા શું હોય છે તે અંગે જણાવતાં રિચા કહે છે કે મને લાગે છે કે કોઈ નવી ફિલ્મ સાઈન કરવી એ મારા માટે જવાબદારીભર્યું કામ છે. ઘણીવાર તમને લાગે છે કે તમારી પાસે એવા પાત્રની ઓફર આવી છે, જેને કરવા તમે બેચેન હતા. હું હંમેશાં પાત્રને વધુ વેલ્યૂ આપું છું, બેનર કે બજેટને નહીં.

You might also like