પાત્રની માગ હોય તો ઇ‌ન્ટિમેટ સીન યામી માટે મોટી વાત નથી

યામી ગૌતમે એક્ટિંગ કરિયરની શરૂઆત ભલે ટીવીથી કરી હોય, પરંતુ પહેલી જ ફિલ્મ ‘વિક્કી ડોનર’ની અપાર સફળતા બાદ હવે તે સંપૂર્ણપણે ફિલ્મોની થઇને રહી ગઇ છે. આ ફિલ્મની સુપર સફળતા બાદ તેને ઓફર તો ઘણી મળી, પરંતુ તેણે પસંદગીની ફિલ્મો જ સાઇન કરી, જોકે તેની ત્યાર પછીની બે ફિલ્મો ‘ટોટલ સિયાપા’ અને ‘એક્શન જેકસન’ કંઇ ખાસ ન ચાલી, પરંતુ ‘બદલાપુર’એ બધી કસર પૂરી કરી. હવે યામી ‘સનમ રે’ ફિલ્મમાં જોવા મળશે. ‘યારિયા’ જેવી ઓછા બજેટની, પરંતુ હિટ ફિલ્મ આપનાર દિવ્યાકુમાર ખોસલા આ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ એક મ્યુઝિકલ લવસ્ટોરી છે. યામીની ચર્ચા આ ફિલ્મમાં આપેલા લિપલોક સીનને લઇને પણ છે. તેણે અગાઉ ‘બદલાપુર’માં પણ આવા સીન આપ્યા હતા. તે કહે છે કે આ સીન જબરદસ્તી ઠાંસીને ભરેલા નથી. પાત્રની માગણી હતી એટલે આવા સીન આપવા પડ્યા. એક્સપોઝર અને ઇ‌ન્ટિમેટ સીન અંગે વાત કરતાં તે કહે છે કે મારા માટે આવા સીન આપવા કોઇ મોટી વાત નથી, પરંતુ શરત માત્ર એટલી છે કે તે પાત્રની માગ હોવી જોઇએ. દરેક ફિલ્મ અને રોલની કોઇક માગણી હોય છે અને તેને પૂરી કરવી જ પડે છે.  પોતાનું બ્યુટી સિક્રેટ જણાવતાં યામી કહે છે કે પોષણ અને સંતુલિત આહાર પર હું ભરોસો કરું છું. હું જંક ફૂડથી બચું છું. હંમેશાં સ્વાસ્થ્યવર્ધક આહાર લઉં છું. હું આમળાં ખૂબ ખાઉ છું અને ખૂબ પાણી પીવું છું. ફિટનેસ માટે રોજ સવારે યોગાભ્યાસ કરું છું.  •

You might also like