પાત્રતાથી વધારે મહત્વકાંક્ષી હોવાનાં કારણે નીતીશે ભાજપને છોડ્યું

સુપૌલ : સ્ટેડિયમમાં મેદાનમાં ભાજપનાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લાલુ અને નીતીશ પર પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી નીતીશ પર તેમણે વધારે પડતી મહત્વકાંક્ષાનાં કારણે ભાજપથી અલગ થવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે ભાજપ રાષ્ટ્રીય વિચારધારાની સાથે દેશમાં પરિવર્તન લાવનારી પાર્ટી છે. અમારી પાર્ટી કાર્યકર્તાઓનાં દમ પર ચૂંટણી જીતે છે. અન્ય પાર્ટીઓ તો પોતાનાં ખોટા વચનોનાં કારણે ચૂંટણી લડતી હોય છે, પરંતુ ભાજપ ક્યારે પણ એવું નથી કરતી. 

શાહે કહ્યું કે આ ચૂંટણી બિહારની ચૂંટણી નથી, આખા દેશની ચૂંટણી છે. સમાજ વિરોધી તાકાતો દેશ બિહાર ચૂંટણી દ્વારા ભાજપ પર આરોપ લગાવી રહી છે. બિહાર લોકશાહીને જાણે છે. બિહાર ચૂંટણી વિકાસ વિરુદ્ધ જંગલરાજનાં નામ પર લડાઇ રહી છે. જનતા અણારી સાથે અને સંપુર્ણ બહુમતી સાથે એનડીએ પોતાની સરકાર બનાવશે.

નીતીશ કુમાર પર હૂમલો કરતા અમિત શાહે કહ્યું કે તેઓ દેશનાં વડાપ્રધાન બનવા માંગતા હતા. અમે બનાવી પણ દેત, પરંતુ બિહાર ઉપરાંત દેશનાં કોઇ પણ ભાગમાં તેમનો કાર્યકર્તા છે ? જો નથી તો પછી કઇ રીતે બનાવી શકાય.

You might also like