પાક. બોર્ડર પર આર્મીની સૌથી મોટી કવાયતઃ ૩૦,૦૦૦ જવાનો જોડાશે

નવી દિલ્હીઃ ભારતીય લશ્કર પશ્ચિમી સરહદે અત્યાર સુધીની સૌથી મોટી કવાયત હાથ ધરનાર છે. આ કવાયતમાં તમામ પ્રકારનાં શસ્ત્રોનો ઉપયોગ કરવા સાથે દુશ્મનના વિસ્તાર પર ત્રાટકવાની તૈયારી પર ફોકસ કરવામાં આવશે. 

ઓકટોબર-નવેમ્બરમાં રાજસ્થાનમાં આ કવાયત યોજાશે. આ કવાયતમાં લશ્કરની સંપૂર્ણ સધર્ન આર્મી કમાન્ડને જોડવામાં આવશે. આ કવાયતમાં ૩૦,૦૦૦ જવાનો સામેલ થશે.

નવેમ્બરના અંત સુધી ચાલનારી આ કવાયતમાં દુશ્મનના વિસ્તારમાં પેરા ટ્રુપર્સ ઉતારવાની યોજના પર ધ્યાન કે‌િન્દ્રત કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે આ પ્રકારની જંગી કવાયત સામાન્યતઃ ચાર વર્ષે એક વાર યોજાતી હોય છે. તેનો હેતુ યુદ્ધ થાય તો લશ્કરની કેવી તૈયારી છે તે ચકાસવાનો છે. આ કવાયતમાં ટી-૯૦ અને ટી-૭ર ટેન્ક ભાગ લેશેે.

આ ઉપરાંત આર્ટીલરી ગન્સ અને મ‌િલ્ટપલ લોન્ચર રોકેટ પર ચકાસવામાં આવશે. આ સમગ્ર કવાયત દરમિયાન સરહદે જાણે યુદ્ધનો માહોલ સર્જાશે. થોડા દિવસ પૂર્વે લશ્કરના વડા જનરલ દલબીરસિંહ સુહાગે જણાવ્યું હતું કે લશ્કરે બોર્ડર વિસ્તારમાં એક નાના યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ અને ત્યાર બાદ આ સૌથી મોટી કવાયત હાથ ધરવામાં આવી રહી છે. 

You might also like