પાક.ની સ્કૂલનાં પુસ્તકોમાં જોધા મતલબ અૈશ્વર્યા 

ચંડીગઢઃ બોલિવૂડની બે અભિનેત્રીઓ પાકિસ્તાનના એક ઇિતહાસમાં નોંધાઈ ચૂકી છે, તેમાંથી એક છે-અૈશ્વર્યા રાય અને બીજી બીના રાય. બાદશાહ અકબરની લવસ્ટોરી પર ૨૦૦૮માં એક ફિલ્મ અાવી હતી ‘જોધા અકબર’. ફિલ્મમાં અૈશ્વર્યા જોધા બની હતી. એવી જ રીતે અકબરના પુત્ર જહાંગીરની લવસ્ટોરી પર ૧૯૫૩માં ફિલ્મ બની હતી ‘અનારકલી’, જેમાં બીના રાયે રોલ કર્યો હતો.

કરાચીની સરકારી સ્કૂલોમાં ૭મા અને ૮મા ધોરણમાં ઇતિહાસનાં પુસ્તકોમાં બાદશાહ અકબર અને જહાંગીર સાથે જોડાયેલાં ચેપ્ટર છે, તેમાં જોધાની સાથે અનારકલીનો પણ ઉલ્લેખ છે. જ્યાં જ્યાં ઉલ્લેખ અાવે છે ત્યાં ત્યાં અૈશ્વર્યાની સાથે બીના પણ જોવા મળે છે. 

અા જોઈને બાળકો એવો સવાલ પણ કરી બેસે છે કે શું અકબરની જોધા અૈશ્વર્યા જેવી દેખાતી હતી. શિક્ષકો બાળકોને એવો સવાલ પણ પૂછે છે કે શું તમે ‘જોધા અકબર’ ફિલ્મ જોઈ છે.

અનારકલીનો અર્થ અનારની કલીવાત અહીંથી પૂરી થતી નથી. ફોટાના બદલે અા ફિલ્મોના પોસ્ટરનો ઉપયોગ કરાયો છે. અનારકલીના પોસ્ટરની બાજુમાં જે કહાણી છે તેનું ટાઈટલ પણ મજાનું છે. ત્યાં લખાયું છે કે અનારકલી અેટલે કે અનારની કલી. અાશ્ચર્યની વાત તો અે છે કે અહીંના એજ્યુકેશન વિભાગે અા પુસ્તકોને મંજૂરી પણ અાપી દીધી છે, પરંતુ બાળકોનાં માતા-પિતાને અા વસ્તુ સામે વાંધો છે.

You might also like