પાક.એ સરતાજ અઝીઝને મળવા અલગતાવાદીઓને બોલાવ્યા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) સ્તરની વાટાઘાટ પહેલાં પાકિસ્તાને ફરી એક વાર નાપાક હરકત કરીને કાશ્મીરના અલગતાવાદીઓ સાથે વાતચીતની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એવા  અહેવાલો છે કે પાકિસ્તાન હાઈ કમિશને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે વાતચીત કરવા આવી રહેલા પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝને મળવા માટે અલગતાવાદીઓને આમંત્રણ આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના એનએસએ અજીત ડોવલ અને તેમના પાકિસ્તાની સમકક્ષ સરતાજ અઝીઝ વચ્ચે દિલ્હીમાં ૨૩ ઓગસ્ટે વિધિવત્ બેઠક યોજાનાર છે. 

કાશ્મીરના ટોચના અલગતાવાદી નેતાઓને આ િદવસે સરતાજ અઝીઝ સાથે મુલાકાત કરવા પાકિસ્તાન હાઈ કમિશન તરફથી આમંત્રણો મોકલવામાં આવ્યાં છે. પાકિસ્તાન હાઈ કમિશને મીરવાઈઝ ઉમર ફારુકને લેખિતમાં આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત સૈયદ અલીશાહ ગિલાની અે યાસીન મલિકને પણ સરતાજ અઝીઝ સાથે મુલાકાત કરવા બોલાવ્યા છે. આ અગાઉ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સચિવ સ્તરની મંત્રણા યોજાવાની હતી ત્યારે પણ પાકિસ્તાન હાઈકમિશને અલગતાવાદીઓને બોલાવ્યા હતા. જોકે પાછળથી આ વાટાઘાટ રદ થઈ હતી.

You might also like