પાકિસ્તાન હંમેશા કાશ્મીરીઓને સમર્થન આપતું રહેશે : પાક.

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાતચીત પહેલા પાકિસ્તાને ફરી એકવાર ભાંગરો વાટ્યો છે. તેણે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો હતો. પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે તેઓ આઝાદ કાશ્મીરનાં સંધર્ષને હંમેશા ટેકો આપતા રહેશે.  જો કે ભારતની સાથે સામાન્ય અને સહયોગી સંબંધો માટેનાં દશકો જુના વિવાદને ઉકેલવો પણ જરૂરી છે. 

ભારતમાં પાકિસ્તાનનાં ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે પાકિસ્તાનનાં સ્વતંત્રતા દિવસ પ્રસંગે દિલ્હીમાં આયોજીત એક સમારંભમાં કહ્યું હતું. બાસિતે કહ્યું કે જમ્મુ – કાશ્મીરનાં લોકોની આકાંક્ષાઓને ન તો નજર અંદાજ કરી શકાય અને ન તો તેને એક ખુણામાં મુકી શકાય. તેમનાં યોગ્ય સંધર્ષને ભલે ગમે તેટલો સમય લાગે પાકિસ્તાન કાશ્મીરીઓને અને તેમનાં આંદોલનને હંમેશા ટેકો આપશે. 

બાસીતે કહ્યું કે પાકિસ્તાન ભારતની સાથે હંમેશા સામાન્ય સંબંધ અને સહયોગી સંબંધ ઇચ્છે છે. સારા સંબંધો માટે જરૂરી છે કે સંબંધોને સુધારવા ખાસકરીને જમ્મુ કાશ્મીર વિવાદ સહિત બધી જ હાલની પરિસ્થઇતીઓને ઉકેલવામાં આવે. ભારત અને પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નવી દિલ્હીમાં 23 ઓગષ્ટનાં રોજ પહેલીવાર આતંકવાદ સંબંધીત મુદ્દાઓ પર ચર્ચા કરશે.

You might also like