પાકિસ્તાને બનાવ્યું આર્મ્ડ ડ્રોન : ભારત પણ ઇઝરાયેલ પાસેથઈ ખરીદશે

નવી દિલ્હી : પાકિસ્તાને સ્વદેશી માનરહિત આર્મ્ડ ડ્રોન વિમાન ”બુરાક” બનાવ્યા બાદ હવે ભારતે પણ ઇઝરાયલ સાથે આવા વિમાનો અંગે સોદો કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. રક્ષાસુત્રો અુસાર ભારતની પાસે ઇઝરાયલમાંથી ખરીદાયેલા એરિયલ વેહીકલ ડ્રોન છે જે કાશ્મીરનાં પહાડો અને ચીનનાં સીમા વિસ્તારો પર નજર રાખે છે. જો કે પાકિસ્તાને ડ્રોન તૈયાર કર્યા બાદ હવે ભારતની મુશ્કેલીઓ વધી ગઇ છે. 

ભારતે ત્રણ વર્ષ અગાઉ જ ઇઝરાયેલ સાથે 10 હેરોન ડ્રોનનો સોદો કર્યો હતો. પરંતુ ડિલીવરીમાં ખુબ જ સમય લાગી રહ્યો હતો. 2015ની શરૂઆતમાં જ રક્ષા વિભાગ દ્વારા સરકારને પત્ર લખીને હેરાન ડ્રોને જલ્દી ભારતને મળે તે માટે વ્યવસ્થા કરાવવાની અપીલ કરવામાં આવી હતી. આ ડ્રોનને ઇઝરાયેલની એરોસ્પેસઇન્ડસ્ટ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન જમીન પર માર કરવામાં સક્ષણ હશે. રક્ષા સુત્રોનાં અનુસાર આ સોદો 2620 કરોડ રૂપિયામાં થઇ શકે છે. 

લેન્ડ વોરફેર સ્ટડીઝ દિલ્હીનાં પ્રમુખ ગુરમીત કંવલ જણાવે છે કે હેરોન ડ્રોન 2016નાં અંત સુધીમાં ભારતીય વાયુસેના પાસે પહોંચશે. જેનાં કારણે વાયુસેનાની તાકાતમાં વધારો થઇ શકે છે. ભારત લાંબા સમયથી આર્મ્ડ ડ્રોનને દેશમાં તૈયાર કરવા માટેનાં પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાની ડ્રોન બુરાક ચીનનાં સીએએસી રેન્બો સીએચ-3ને ઘણું મળતુ આવે છે. આ પાકનું પહેલુ માનવરહિત કોમ્બેક એરિયલ વેહીકલ છે. જેના પાક વાયુસેના અને નેશ્નલ એન્જિનિયરિંગ એન્ડ સાયન્ટિફિક કમિશન નેસકોમે મળીને તૈયાર કર્યું છે. 

પહેલીવાર પાકિસ્તાની આર્મીએ 7 સપ્ટેમ્બરનાં રોજ આર્મ્ડ ડ્રોનનો ઉપયોગ કરીને વજીરિસ્તાનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. રિપોર્ટ અનુસાર બુરાકની પહેલી ટેસ્ટ મે – 2009માં થઇ હતી. 13 માર્ચ 2015ને અંતિમ ટેસ્ટ બાદ તેને પાકિસ્તાની વાયુસેનામાં સ્થાન મળ્યું હતું. 

You might also like