પાકિસ્તાનમાં અકરમ પર જાન લેવા હુમલો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ વસીમ અકરમનો ગઇકાલે એક જાન લેવા હુમલામાં બચાવ થયો છે. કરાચીના નેશનલ સ્ટેડિયમ પાસે અકરમની કાર પર ગોળીબાર થયો હતો જેમાં તેનો સુરક્ષિત બચાવ થયો છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ અકરમ પર ત્યારે હુમલો થયો જ્યારે તે બોલિંગ કેમ્પ માટે નેશનલ સ્ટેડિયમ જઈ રહ્યો હતો. તે સમયે તેની પાછળ એક કાર આવી હતી.  અકરમે જણાવ્યું કે કેટલાક ગાર્ડ અને કાર માલિક બહાર નીકળ્યાં અને તેના પર ગોળીબાર કર્યો હતો. જેમાં તેનો બાલબાલ બચાવ થયો હતો. આમાંની એક ગોળી તેના ટાયરમાં વાગી હતી. વસીમે જણાવ્યું કે તેને કોઈ ધમકી મળી નથી. અકરમે જણાવ્યું કે તેણે કારનો નંબર નોંધી પોલીસને આપ્યો છે. પાકિસ્તાનના ડીઆઈજીએ જણાવ્યું કે પોલીસ હુમલાખોરોની ભાળ મેળવવા સીસીટીવી ફૂટેજ શોધવા કોશિશ કરી રહી છે.
 

You might also like