પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાઇ રહ્યો છે : પાર્રિકર

બિલાસપુર : સંરક્ષણ મંત્રી મહોહર પર્રિકરે કહ્યું કે જમ્મૂ કાશ્મીરનાં પુછ અને રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી થઇ રહેલા સિઝફાયરનાં ઉલ્લંઘન મુદ્દે ભારત દ્વારા જડબાતોડ જવાબ અપાઇ રહ્યો છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. આપણો જવાબ તેમનાં કરતા બે ગણો છે. 

છત્તિસગઢનાં બિલાસપુરમાં રવિવારે સંઘ પરિવારનાં એક સહયોગી સંગઠન વનવાસી વિકાસ સિતી દ્વારા આયોજીત એક કાર્યક્રમ દરમિયાન પાર્રિકરે મીડિયા સાથે વાત કરી હતી. 

પુંછ અને રજોરીમાં પાકિસ્તાન દ્વારા અંધાધુંધ ગોળીબારમાં ગત્ત દિવસોમાં 6 લોકોનાં મોત થયા છે. આ મુદ્દે ભારતે પાકિસ્તાનનાં હાઇ કમિશ્નરને બોલાવીને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે. પાકિસ્તાન અને ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર ધુસણખોરીનાં વધી રહેલા કિસ્સાઓનાં જવાબમાં મંત્રીએ કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી તમામ પગલા ઉઠાવાઇ રહ્યા છે. 

પંજાબનાં ગુરદાસપુરમાં થયેલા હુમલાને આકાર આપવા માટે આવેલ આતંકવાદીઓ રાવી નદીને પાર કરીને ભારતમાં ધુસવા અંગે મંત્રીએ ક્યું કે નદી પર વાડ બાંધવી એક ખુબ જ અઘરૂ કામ છે. 

You might also like