પાંચ દિવસમાં સોનામાં રૂ. ૯૦૦, જ્યારે ચાંદીમાં રૂ. ૧૭૦૦નો ઘટાડો

અમદાવાદઃ પાછલા સપ્તાહે સ્થાનિક સોના-ચાંદી બજારમાં સુધારા તરફી ચાલ જોવા મળ્યા બાદ ફરી એક વખત સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં નરમાઇ તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પાછલા પાંચ જ દિવસમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૯૦૦નો કડાકો બોલાઇ ગયો છે. એ જ પ્રમાણે ચાંદીમાં પણ પ્રતિકિલોએ રૂ. ૧૭૦૦થી વધુનો ઘટાડો જોવાયો છે. ઉલ્લેખનીય છે કે આજે શરૂઆતે સોનાના ભાવ રૂ. ૨૬,૯૦૦ની સપાટીએ ખૂલ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ રૂ. ૩૪,૪૦૦ની સપાટીએ ખૂલ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક જ સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે અને સોનું ૧૧૩૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે. યુએસ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદર વધારવા અંગે અસમંજસની સ્થિતિ વચ્ચે વૈશ્વિક સોનાના ભાવમાં ફરી એક વખત નરમાઇ તરફી ચાલ નોંધાઇ છે.
You might also like