પાંચ દિવસની નવજાતને કુતરૂ લઇને ભાગ્યું: હાલ સારવાર હેઠળ

સુરત : સાપુતારા વિલ્સન હિલ નજીકનાં એક ગામમાં કુતરૂ પાંચ દિવસનાં એક શિશુને લઇ જતા ભારે સનસનાટી મચી ગઇ હતી. જો કે માતાને સમયરહેતા જાણ થતા તેણે કુતરાને ભગાડ્યું હતુ અને પોતાનું બાળક છોડાવ્યું હતું. હાલ તો બાળકને થોડી ઇજાઓ થઇ હોવાનાં કારણે સિવિલ હોસ્પિટલમાં લવાયું છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. 

ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર સાપુતારાનાં વિલ્સન હિલ નજીક ગામમાં રહેતા ઇલાબહેન ચૌધરીએ પાંચ દિવસ અગાઉ જ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેઓ પોતાનાં પરિવાર સાથે ઘરની બહાર ઉંધી રહ્યા હતા. ત્યારે અચાનક ક્યાંકથી આવેલું કુતરૂ પાંચ દિવસની નવજાતને લઇને ભાગવા ગયું હતું.

જો કે બાળકી રડવા લાગતા માતાની આંખ ખુલ્લી ગઇ હતી અને કુતરાને ભગાડ્યું હતું. પરંતુ માથાનાં ભાગે કુતરાનાં દાંત વાગી જવાનાં કારણે તેને તાત્કાલીક સુરત સિવિલ ખાતે લઇ જવામાં આવી હતી. હાલ બાળકીની તબિયત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા હતા. હાલ તો તમામ તબીબો આ બાળકીને ઉગારવા માટે સારવાર કરી રહ્યા છે. 

You might also like